Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

આઇટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને કહી દીધું કે ઘરેથી કામ કરો પાણી નથી

ચેન્નઇ તા.૧૪ : મેટ્રોસીટી ચેન્નઇનો મહાબલિપુરમ રોડ આઇટી (ઇન્ફર્મેશન ટેકનોલોજી) કંપનીઓની ઓફિસો માટે જાણીતો છે. જો કે ચેન્નઇ પાણીની વિકરાળ અછતનો સામનો કરી રહ્યું છે અને હવે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી છે.કે આ રોડ પરની આઇટી કંપનીઓએ પાણી ન હોવાથી કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટેની સુચના આપી દીધી છે. છેલ્લા ર૦૦ દિવસથી ચેન્નાઇમાં વરસાદનો છાંટો નથી પડયો અને બીજા ત્રણ મહિના સુધી પાણીની અછત દુર થાય એવાં કોઇ એધાણ નથી જેન ેપગલે આઇટી કંપનીઓએકર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનું કહ્યું છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ૧ર કંપનીઓના લગભગ પ૦૦૦ જેટલા કર્મચારીઓ એવા છે જેમને ઓફીસમાં આવવાની ના પાડી દેવામાં આવી છે. આજથી ચાર વર્ષ પહેલા પ્રાઇવેટ વોટર-ટન્ેકર ચાલકોએ હડતાળ પાડી હતી. ત્યારે પણ કંપનીઓએ આ જ રસ્તો અપનાવ્યો હતો. સ્થાનિક તંત્ર આઇટી પાર્કની પાણીની તકલીફને દુર કરવામાં નિષ્ફળ ગયું છે. પાર્કમાં ૧૭ બોરવેલ છે, પણ એમાંનું પાણી પ૦ ટકા જરૂરિયાત જ સંતોષી શકે છે.બાકીના પાણી માટે ટેન્કરો પર આધાર રાખવો પડે છે.

(11:43 am IST)