Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વાયુ વાવાઝોડાનું સંકટ હળવું થતા સૌરાષ્ટ્ર તરફની વિમાની સેવા પુનઃ શરૂ કરવા નિર્ણંય

કેશોદ-કંડલા રૂટ રાત્રે 12 વાગ્યે ,ભાવનગર રૂટ સવારે 6 કલાકે અને દીવ-પોરબંદર રૂટ સવારે 10 વાગ્યાથી શરૂ

 

અમદાવાદ સહિતના મધ્યગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ હળવું થતા  સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુન: શરૂ કરવામાં આવી છે.

  મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેશોદ અને કંડલા એરપોર્ટ પર રાતે 12 વાગ્યાથી રૂટ શરૂ કરાયા છે. ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યથી વિમાની સેવા શરૂ કરાઈ છે. જ્યારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર સવારે 10 વાગ્યાથી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવશે.

   કેશોદ અને કંડલા એરપોર્ટ પર રાતે 12 વાગ્યાથી રૂટ શરૂ કરાયા છે. તો ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યથી વિમાની સેવા શરૂ કરાઈ છે. જ્યારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર સવારે 10 વાગ્યાથી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવશે

(9:01 am IST)