Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજસ્‍થાનમાં કોંગ્રેસની ચિંતન શિબીરમાં ગુજરાતના આગેવાનોનો જમાવડો

રાજકોટ :.. કોંગ્રેસ દ્વારા રાજસ્‍થાનના ઉદયપુર ખાતે ‘નવ સંકલ્‍પ ચિંતન શિબીર' યોજાઇ છે. ત્રિદિવસીય શિબીરમાં સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતાં. અને માર્ગદર્શન આપ્‍યુ હતું. આ શિબીરમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનો રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, પૂર્વ પ્રમુખ અમિતભાઇ ચાવડા, સિધ્‍ધાર્થભાઇ પટેલ, અર્જુનભાઇ મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સહિતના મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને માર્ગદર્શન મેળવ્‍યુ હતું. કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય હોદેદારોએ સંગઠનને વધુ મજબુત કરવા માર્ગદર્શન આપ્‍યુ હતું અને ભાજપ સરકાર સામે પ્રહારો કર્યા હતાં.

 

(12:37 pm IST)