Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

અમેરિકાના ઓનલાઇન મેગેઝીન ' ટીન વોગ ' ના ચીફ એડિટર તરીકે સુશ્રી વર્ષા શર્માની નિમણુંક : 24 મે 2021 થી હોદ્દો સંભાળશે

વોશિંગટન : અમેરિકાના ઓનલાઇન મેગેઝીન ' ટીન વોગ ' ના ચીફ એડિટર તરીકે ઇન્ડિયન અમેરિકન જર્નાલિસ્ટ સુશ્રી વર્ષા શર્માની નિમણુંક  કરવામાં આવી છે. તેઓ  24 મે 2021 થી હોદ્દો સંભાળશે .તથા એલેક્સી એમસીકમાન્ડનું સ્થાન લેશે.

ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મળતા સુશ્રી વર્ષાએ જણાવ્યું હતું કે આ તક મળવા બદલ હું અતિ ઉત્સાહિત અને આભારી છું. મને અહીં આવવામાં મદદ કરનાર દરેક વ્યક્તિનો આભાર, ”34 વર્ષીય ભારતીય અમેરિકન પત્રકારે 10 મેના રોજ ઉપરોક્ત  ટ્વિટ કરી હતી.

આ તકે વોગના વૈશ્વિક સંપાદકીય નિર્દેશક અને કોન્ડે નાસ્ટના મુખ્ય અધિકારી અન્ના વિંટોરે જણાવ્યું હતું કે  કે શર્મા “કુદરતી નેતા” છે, જે “વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને સ્થાનિક વલણો અને મુદ્દાઓની ઊંડી  સમજ ધરાવે  છે . તેમજ રાજકારણથી  લઈને સંસ્કૃતિ અને. ફેશનનું જ્ઞાન ધરાવે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)
  • કાઠમંડુ : કે.પી.શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. નેપાળના રાષ્ટ્રપતિ સુ. શ્રી વિદ્યા ભંડારીએ નેપાળના બંધારણ હેઠળ સૌથી મોટા પક્ષના નેતા હોવાના કારણે ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસનો મત ગુમાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધન સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, જે આજે પૂરો થયો છે. પરંતુ નેપાળના વિરોધી પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતાં બહુમતી મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને સત્તાનું સુકાન ફરી એકવાર કે.પી.શર્મા ઓલીના હાથમા આવી ગયું. access_time 11:11 pm IST

  • રશિયન સરકારે “અંફ્રેન્ડલી સ્ટેટ્સ” ની સૂચિ બહાર પાડી છે જેમાં હવે અમેરિકા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. ચેક દૂતાવાસને 19 રશિયન નાગરિકો અને અમેરિકી દૂતાવાસોને એકપણ અધિકારી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેમ રશિયન સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. access_time 12:48 am IST

  • શરદી અને તાવને હળવાશમાં ના લે ખેડૂતો, ગામડાઓ પણ કોરોના ફેલાઈ રહ્યો છે:વડાપ્રધાન મોદીની અપીલ access_time 12:59 am IST