Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

રજનીકાન્તે લીધી વેકિસન

ચેન્નાઇ, તા.૧૪: રજનીકાન્તે વેકિસન લીધી છે. ૭૦ વર્ષના રજનીકાન્તનો વેકિસન લેતો ફોટો તેમની દીકરી સૌંદર્યાએ શેર કર્યો હતો. ફોટોમાં રજનીકાન્તે માસ્ક પહેર્યો છે અને તેમની બાજુમાં તેમની દીકરી ઊભી છે. આ ફોટો વાઇરલ થતાં તેમના ફેન્સે 'થલાઇવાવેકિસનેટેડ' ટ્રેન્ડ શરૂ કરી દીધો હતો. રજનીકાન્તનો ફોટો ટ્વિટર પર શેર કરીને સૌંદર્યાએ ટ્વીટ કર્યું હતું કે 'અમારા થલાઇવાએ વેકિસન લઈ લીધી છે. ચાલો બધા સાથે મળીને આ લડાઈ લડીએ અને કોરોના વાઇરસનો સાથે મળીને સામનો કરીએ.

(3:10 pm IST)