Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દિલ્હીમાં કોરોના પોઝિટિવ દર ઘટીને 14 ટકા થયો : હોસ્પિટલોમાં બેડ પણ ખાલી : મનીષ સિસોદિયા

દિલ્હીમાં ઓક્સિજનની માંગ ઘટીને ફક્ત 582 મેટ્રિક ટન ઓક્સિજન થઈ ગઈ

નવી દિલ્હી :દેશની રાજધાનીમાં લોકડાઉનની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. અગાઉની તુલનામાં કોરોના સંક્રમણ ફેલાવાના દરમાં ઘટાડો થયો છે. હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની અછત નથી. દિલ્હી સરકારે પણ દિલ્હીના ક્વોટામાંથી અન્ય રાજ્યોને વધારે ઓક્સિજન આપવા કેન્દ્રને કહ્યું છે. પરંતુ દિલ્હીમાં હજી પણ રસીનો અભાવ છે. કોવેક્સિનનો ભંડાર પૂર્ણ થયા બાદથી જ દિલ્હીમાં 100 જેટલા રસીકરણ કેન્દ્રો બંધ કરાયા છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, “દિલ્હીમાં પોઝિટિવિટી દર ઘટીને 14% થઈ ગયો છે. કોરોનાનાં નવા કેસ 10,400 પર આવી ગયા છે. ઘટતા કેસને કારણે હોસ્પિટલોમાં પણ બેડ ખાલી થયા છે. પહેલા અહીં દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી."પરંતુ હવે દિલ્હીમાં ઓક્સિજનની માંગ ઘટીને ફક્ત 582 મેટ્રિક ટન ઓક્સિજન થઈ ગઈ છે. “

(1:53 pm IST)