Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા

ચાલુ સપ્તાહે વર્ષનું પહેલું વાવાઝોડું ત્રાટકશે : ૧૬ મેના રોજ આવનાર ચક્રવર્તી તોફાનની અસર, આ વાવાઝોડું ૨૦મેએ ગુજરાતના કચ્છમાંથી પસાર થઈ શકે

નવી દિલ્હી, તા. ૧૨ : આ સપ્તાહમાં ૨૦૨૧ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. ૧૪ મેના રોજ સવારે દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. તે પૂર્વ મધ્ય અરબ સાગરાં ૧૬ મેના રોજ એક ચક્રવાતી તોફાનના રૂપમાં તેજ બની શકે છે અને તે ઉત્તર પશ્ચિમની તરફથી વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ૧૬ મેના રોજ આવનાર ચક્રવર્તી તોફાનને કારણે ૧૪ થી ૧૬ મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું આ વર્ષનું પહેલું ચક્રવાત હશે. જ્યારે આ વાવાઝોડું તોફાનમાં તબલીદ થઈ જશે, જેની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું તૌકતે બની જશે. આ વખતે મ્યાનમાર દેશે તેને આ નામ આપ્યું છે. શક્યતા છે કે, આ વર્ષનું પહેલુ વાવાઝોડું ૨૦ મેના રોજ ગુજરાતના કચ્છ વિસ્તારમાંથી પસાર થઈ શકે છે.

ભારતીય મોસમ વિભાગના અનુસાર, આ વખતના વાવાઝોડાના અલગ અલગ મોડલ છે. કેટલાક મોડલ બતાવે છે કે, આ વાવાઝોડું ઓમાનના કિનારા પરથી પસાર થઈ શકે છે, તો કેટલાક મોડલ દક્ષિણ પાકિસ્તાન તરફ ઈશારા કરે છે. જેનો મતલબ એ હશે કે, આ વાવાઝોડું ગુજરાતના કેટલાક ભાગોને પ્રભાવિત કરશે.

ગુજરાતમાં ૧૯-૨૦ મેના રોજ 'તૌકતે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને ૩૫-૪૦ કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૧૯ મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની હાલના તબક્કે સંભાવના છે. સાથે જ વાવાઝોડાંના કારણે ગુજરાતમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

(12:00 am IST)