Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ગ્રેટર નોઈડામાં પગાર માંગનાર મેકઅપ આર્ટિસ્ટ યુવતી સાથે મારપીટ : સલૂન માલિકની ધરપકડ

પગાર લેવા પહોંચી ત્યારે શારીરિક સંબંધની માંગણી કરી : સલૂનની બહાર નીકળી તો મલિક સહીત ચારેયે મારપીટ કરી

નવી દિલ્હી : ગ્રેટર નોઇડામાં એક 25 વર્ષીય મેકઅપ આર્ટિસ્ટ સાથે મારપીટનો વીડિયો વાયરલ થયો હતો  યુવતી એક યુનીસેક્સ સલૂનમાં કામ કરે છે, જ્યાં પગાર બાબતે માથાકૂટ થયા બાદ સલૂનના માલિક અને તેના ત્રણ મિત્રોએ તેની સાથે મારપીટ કરી હતી.

   આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચારેય લોકો યુવતીને લાતો મારી રહ્યાં છે, તેમજ યુવતીને વાળથી ખેંચીને ઢસડવામાં આવી રહી છે. આ બનાવ શનિવારે બન્યો હતો. સોમનારે આ મામલે સલૂનના માલિકની ધરપકડ કરવામાં આવી છે.
   હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે મહિલાએ શનિવારે આ મામલે નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી. જોકે, શનિવારે પોલીસ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. આથી યુવતીએ સોમવારે સુરજપુર ખાતે આવેલી એસએસપી ઓફિસની મુલાકાત લીધી હતી, જ બાદમાં સલૂનના માલિક વસીમની ધરપકડ કરવામાં આવી હતી.
  ફરિયાદ પ્રમાણે ભંગેલ ખાતે રહેતી યુવતી નોલેજ પાર્ક-2 ખાતે આવેલા વેનસ યુનેસેક્સ સલૂનમાં 16મી માર્ચના રોજ મહિનાના રૂ. 17 હજારના પગારથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે જોડાઈ હતી. યુવતીની ફરિયાદ પ્રમાણે તેણે જયારે પગાર માંગ્યો ત્યારે સલૂનના માલિક વસીમે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી.
   યુવતીના જણાવ્યા પ્રમાણે, "શનિવારે તેમણે મને પગાર લેવા માટે બોલાવી હતી. હું સલૂન ખાતે પહોંચી ત્યારે વસીમના મિત્ર શેરાએ મારા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. હું વિરોધ કરતા સલૂનની બહાર નીકળી ગઈ હતી. આ દરમિયાન વસીમ અને તેના ત્રણ મિત્રોએ મારી સાથે મારપીટ કરી હતી. મેં મદદ માટે બૂમો પાડતા સ્થાનિકો મારી મદદે દોડી આવ્યા હતા. પોલીસ આવી ત્યાં સુધી ચારેય લોકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા."
   પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતી અને સલૂનના માલિક વચ્ચે પગારની બાબતે ઝઘડો થયો હતો. યુવતી રૂ. 17 હજારની માંગણી કરી રહી હતી જ્યારે સલૂન માલિક ઓછો પગાર આપી રહ્યો હતો. આ મામલે પોલીસ ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

(12:56 pm IST)