Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મુંબઇ અને ચેન્નાઇ વચ્ચેની દિલધડક IPL ફાઇનલમાં બુકીઓ માલામાલ

ટોસ પહેલાં મુંબઇનો ભાવ હતો ૮પ પૈસા અને ચેન્નાઇ ૧.૧૦ રૂપિયો

મુંબઇ તા. ૧૪ :.. મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં બુકીઓ કમયા હતા અને ખેલીઓ હાર્યા હતાં. સેકન્ડ ઇર્નિંગની છેલ્લી પાંચ ઓવર અને છેલ્લા બોલ સુધી ચેન્નાઇ હોટ ફેવરેઇટ રહી હતી. મેચ ટાઇ કરવા માાટે પણ એક બોલમાં એક જ રનની રિકવાયરમેન્ટ હોવાથી ખેલીઓએ આંખો બંધ કરીને ચેન્નાઇ ઉપર જૂગાર રમ્યા હતા અંતે મુંબઇનો એક રનથી વિજય થતાં બુકીઓને ઘી કેળા થયા હતાં.

મેચનો ટોસ ઉછળતાં પહેલાં ખેલીઓમાં મુંબઇ ફેવરેઇટ રહી હતી. મુંબઇનો ભાવ હતો ૧ રૂપિયાની સામે ૮પ પૈસા અને ચેન્નાઇનો ૧ રૂપિયાની સામે ૧.૧૦ રૂપિયો, મુંબઇની પ્રથમ બેટીંગમાં ઓપનીંગ જોડીની વિના વિકેટ ગુમાવ્યે ર૦ રનની ભાગીદારી થતાં મુંબઇનો ભાવ ૮પ પૈસાથી ઘટીને ૭૦ પૈસા થયો હતો.

ત્યાર પછી મુંબઇના કેપ્ટન રોહિત શર્મા સહિતના બે બેટસમેનોની ઉપરા છાપરી વિકેટ પડી જતાં બુકી બજારમાં બાજી પલ્ટી ગઇ હતી અને ચેન્નાઇનો ભાવ ૮પ પૈસા થયો હતો જયારે મુંબઇ ૧.૧૦ રૂપિયા ઉપર પહોંચ્યું હતું. બીજી ઇનિંગ શરૂ થઇ અને આખરી પાંચ ઓવરો બાકી રહી ત્યાં સુધી ભાવમાં સાધારણ ફેરફાર થયા હતાં. પરંતુ  અંતિમ પાંચ ઓવરોમાં ચેન્નાઇ હોટ ફેવરેઇટ રહ્યું હતું. લતિશ મલિંગની છેલ્લી ઓવરના છેલ્લા બોલમાં મેચ ટાઇ થવા માટે ૧ રનની જરૂરીયાત હતી સામે ચેન્નાઇના હાથમાં વિકેટો પણ બાકી હતી. એટલે કોઇ પણ એન્ગલથી ચેન્નાઇનું પલડું ભારે હતું.

ધોનીની વિકેટ પછી દાવ લગાડનારા બચી ગયા

ચેન્નાઇના સુકાની મહેન્દ્રસિંહ ધોની રન આઉટ થતાં ખેલીઓનું મન બદલાયું હતું. ઘણા ખેલીઓએ બાજી બેલેન્સ કરવા માટે ચેન્નાઇની સાથે મુંબઇ ઉપર પણ દાવ લગાડયો હતો. તે ક્ષણે મુંબઇ ઉપર સટ્ટો રમનારા ખેલીઓ બચી ગયા હતા જે ખેલીઓ ચેન્નાઇ ઉપર અડીખમ રહ્યાં હતા તેઓ રોયા હતાં.

(11:39 am IST)