Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

જ્વાળામુખીમાં ૧ હજાર ફૂટ ઊંડી તિરાડઃ હવામાં લાવા બોમ્બ ફેંકાયા

કુલ ૧૭ તિરાડો એકટીવ થઈ છેઃ આજે ૧૮મી તિરાડ સક્રીય થાય તેવી આશંકા : ટ્રમ્પે હવાઈના બિગ આઈલેન્ડ પર પ્રેસિડેન્શિયલ ડિઝાસ્ટર જાહેર કર્યુઃ વધુ ૨૭ ઘરોમાં નુકશાન : રેસ્કયુ ઓપરેશનથી વધુ લોકોને શેલ્ટર હાઉસમાં ખસેડાયા

હોનાલુલુઃ અમેરિકાના હવાઇ આઇલેન્ડમાં છેલ્લાં ૧૦ દિવસથી સક્રિય થયેલા કિલાઉ જવાળામુખીમાં વધુ એક ફિશર (તિરાડ) પડી છે. રવિવારે અંદાજિત ૧,૦૦૦ ફૂટની નવી ફિશરમાંથી ૧૦૦ ફૂટ ઉંચે લાવા ફેંકાઇ રહ્યો છે. આટલી ઉંચાઇ સુધી ઉછળતા લાવામાં મોટાં પથ્થરો પણ એટલી જ તીવ્રતાથી જમીન પર ફેંકાઇ રહ્યા છે. જેના કારણે હવાઇ કાઉન્ટી ઓથોરિટીએ સ્થાનિક રહીશોને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

ગત ૩ મેના રોજથી સક્રિય થયેલા આ જવાળામુખીમાં આ ૧૭મી ફિશર છે જે એકિટવ થઇ છે. રવિવારે વધુ એક તિરાડ પડતાં આસપાસના ડઝન જેટલાં ઘરોને નુકસાન થયું છે. જયારે હજારો લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. હેલિકોપ્ટરથી જોતાં આ નવી તિરાડ અંદાજિત ૧૦૦૦ ફૂટ લાંબી છે. જેના કારણે કિલાઉ જવાળામુખી વધુ તીવ્રતાથી સક્રિય થયો છે. કિલાઉ જવાળામુખી ૪,૦૦૦ ફૂટ ઉંડાઇ ધરાવે છે અને તેની અંદર લાવાનું તળાવ છે. સિવિલ ડિફેન્સ ઓફિશિયલ્સે રવિવારે સ્થાનિકોને હલેકમાહિના રોડ ખાલી કરી દેવાના ઓર્ડર આપ્યા હતા.

નવી ફિશરના કારણે ૧૦૦ ફૂટ ઉંચે સુધી લાવા ઉછળ્યો હતો. હવામાં લાવાની સાથે પથ્થરો અને માગ્મા પણ ભરેલા હતા. અત્યાર સુધીની ૧૭મી ફિશર છે જે જવાળામુખી સક્રિય થયા બાદ ખુલી છે. રવિવારે ડઝન જેટલાં ઘરો નષ્ટ થયા હતા અને છેલ્લાં ૧૦ દિવસમાં હજારો લોકો બેઘર થઇ ગયા છે. શનિવારે ત્રણ નવી ફિશર ખુલી હતી. જેના કારણે લાવા ચાર માળ ઉંચી બિલ્ડિંગ જેટલો ઉંચે ઉછળ્યો હતો.

જયારે ૧૬મી ફિશર પ્યુના જીઓથર્મલ વેન્ચરથી અડધો માઇલ દૂર છે.  આ અઠવાડિયે પ્લાન્ટ વર્કર્સે ૬૦,૦૦૦ ગેલન જલન પદાર્થો એરિયામાંથી દૂર કર્યા છે. વધુ એક ૧૭મી ફિશર ૧૦૦૦ ફૂટ પહોળી હોવાની જાણકારી મળી છે. જયારે આજે સાંજ સુધીમાં ૧૮મી ફિશર હેલ કમાહિના લુપ રોડ તરફ ખુલવાની આશંકા છે.

 અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હવાઇના બિગ આઇલેન્ડ પર પ્રેસિડેન્શિયલ ડિઝાસ્ટર જાહેર કર્યુ છે. આગામી ૩૦ દિવસ હવાઇ આઇલેન્ડના રહિશોને પ્રોટેકટ કરવાનો ખર્ચ ૧૯.૫૨ લાખ જેટલો થશે.

(4:25 pm IST)