Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

કર્ણાટકમાં કોની સરકાર બનશે તે સંદર્ભે મંગળવારે ફેંસલો થઇ જશે

પરિણામને લઇને ઉત્સુકતા : તમામની નજર મતગણતરી પર કેન્દ્રિતઃ ઉંચા મતદાન બાદથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા પોલ કેટલા સાચા છે તે જાણી શકાશે : હજારો ઉમેદવારોના ભાવિનો ફેંસલા

બેંગ્લોર, તા. ૧૪: જેની રાજકીય વર્તુળો અને કારોબારીઓમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ  આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. આવતીકાલે મતગણતરી થયા બાદ બપોર સુધીમાં તો કર્ણાટકમાં કોની સરકાર બનશે તે બાબત સ્પષ્ટ થઇ જશે. કર્ણાટકમાં કોંગ્રેસ તેના કિલ્લાને જાળવી રાખવામાં સફળ થાય છે કે પછી ભાજપ અહીં પણ પોતાની જીત મેળવે છે તે બાબત ઉપયોગી રહેનાર છે. કર્ણાટક ચૂંટણીના પરિણામ પર દેશના કરોડો લોકોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૨મી મેના દિવસે ઉંચુ મતદાન ૭૦ ટકાની આસપાસ રહ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા જીત માટેના દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ મોટા ભાગના એગ્ઝિટ પોલમાં ત્રિશકુ વિધાનસભાની વીત કરવામાં આવી રહી છે જેથી ભાજપ અને કોંગ્રેસ તેમજ જેડીએસ દ્વારા પોત પોતાની રીતે પણ નવા સમીકરણ બેસાડી દેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન પદના દાવેદાર બીએસ યેદીયુરપ્પાએ કહ્યુ છે કે ભાજપ ૧૨૫થી ૧૩૦ સીટો જીતી જશે જ્યારે કોંગ્રેસ પાર્ટી ૭૦ના આંકડાને પણ પાર કરી શકશે નહીં. જનતાદળ એસ ૨૪થી ૨૫ સીટોના આંકડાને પાર કરશે નહીં. ભાજપની તરફેણમાં જોરદાર મોજુ હોવાનો દાવો પણ યેદીયુરપ્પા કરી ચુક્યા છે. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં ૫૮૫૪૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સવારે ૭થી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ હતું. કર્ણાટકમાં ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૧.૪ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે ૭૦ ટકા મતદાન થયું હતુ. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૨૧૬ મહિલા ઉમેદવાર સહિત ૨૬૫૪ ઉમેદવારોના ભાવિ ૧૨મી મેના દિવસ બાદ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હવે આવતીકાલે આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે.બેલાગાવી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં ૩૭૨૩૫૮૫ મતદારો નોંધાયા હતા. બે મતવિસ્તાર જયનગર અને રાજેશ્વરીનગરમાં મતદાન મોકૂફ કરવામાં આવ્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાંની સાથે જ રાજકીય પક્ષો પોતાના સમીકરણો બેસાડવામાં લાગી ગયા છે. પરિણામ આવવા આડે હજુ બે દિવસ બાકી છે ત્યારે એક્ઝિટ પોલમાં કિંગમેકર તરીકે દેખાઈ રહેલા જનતાદળ એસ દ્વારા ગઠબંધનના સંકેત આપી દીધા છે. જેડીએસના વડા એચડી દેવગૌડાએ કહ્યું છે કે, હાલમાં તેઓ કોઇપણ બાબતને સ્વીકારવા માટે અથવા તો ફગાવવા માટે તૈયાર નથી. ૧૫મી મેના દિવસે મતગણતરી થયા પછી જ કોઇ નિર્ણય લઇ શકાશે. દેવગૌડા તરફથી કરવામાં આવેલું આ નિવેદન સંકેત આપે છે કે, તેઓ ગઠબંધન સરકારનો હિસ્સો બની શકે છે. આ પહેલા ચૂંટણી દરમિયાન અનેક વખત કહી ચુક્યા છે કે, જેડીએસ કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઇને માત્ર રાજકીય વર્તુળોમાં જ નહી બલ્કે દેશના લોકોની પણ નજર છે. કારણ કે જો કોંગ્રેસ સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે તો આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેની સ્થિતી વધારે મજબુત થઇ શકે છે. અને જો ભાજપ જીતશે તો સુધારા પ્રક્રિયાને વધારે ઝડપથી આગળ વધારી શકે છે. આવી જ રીતે જો ભાજપ સરકાર બનાવવામાં નિષ્ફળ રહેશે તો સુધારા પ્રક્રિયાની ગતિને ભાજપને ધીમી કરવી પડશે. સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેની સામે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્ણાટકમાં ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખુબ ઉપયોગી બનેલી છે. આની સાબિતી આનાથી મળી જાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ૨૪થી પણ વધારે જાહેર સભા કરી હતી. સાથે સાથે અમિત શાહ મોટા ભાગે કર્ણાટકમાં રહ્યા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ખુબ તાકાત લગાવી હતી. કર્ણાટકમાં ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવારો યેદીયુરપ્પા પણ દિન રાત એક કરી ચુક્યા હતા. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ એડી ચોટીનુ જોર લગાવ્યુ હતુ. તેમની સાથે સોનિયા ગાંધીએ પણ લાંબા સમય બાદ રેલી કરી હતી. ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ પત્રકાર પરિષદ કરવા માટે પહોંચ્યા હતા.

કર્ણાટક : છેલ્લી ચૂંટણી

જેની રાજકીય વર્તુળો અને કારોબારીઓમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ  આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. આવતીકાલે મતગણતરી થયા બાદ બપોર સુધીમાં તો કર્ણાટકમાં કોની સરકાર બનશે તે બાબત સ્પષ્ટ થઇ જશે. કર્ણાટકમાં કોંગ્રેસ તેના કિલ્લાને જાળવી રાખવામાં સફળ થાય છે કે પછી ભાજપ અહીં પણ પોતાની જીત મેળવે છે તે બાબત ઉપયોગી રહેનાર છે.  આ વખતે ચૂંટણીમાં કોણ મેદાન મારે છે તે બાબત તમામ માટે ઉપયોગી બની છે. વર્ષ ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળી હતી તે અને વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી સીટો મળી હતી તેનું ચિત્ર નીચે મુજબ છે.

વિધાનસભાની ચૂંટણી ૨૦૧૩

કર્ણાટકમાં કુલ સીટ........................................ ૨૨૪

ચૂંટણી યોજાઇ હતી........................................ ૨૨૪

કોંગ્રેસને સીટો મળી હતી................................. ૧૨૨

જેડીએસની સીટો મળી હતી............................... ૪૦

ભાજપને સીટો મળી હતી................................... ૪૦

અન્યોને સીટો મળી હતી................................... ૨૨

લોકસભાની ચૂંટણી ૨૦૧૪

કર્ણાટકમાં કુલ સીટ.......................................... ૨૮

કોંગ્રેસને સીટો મળી........................................... ૦૯

ભાજપને સીટો મળી.......................................... ૧૭

જેડીએસને સીટો મળી   ૦૨

(12:55 pm IST)