Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે અલગથી બજેટ બનાવીશું:રાહુલ ગાંધી

નોટબંધીથી નાના વેપારીઓ બરબાદ ;જીએસટી કમરતોડ :વડાપ્રધાન મનની વાત કરે છે અમે કામની વાત કરીએ છીએ.

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રસની સરકાર બનશે તો ખેડૂતો માટે અલગથી બજેટ બનાવશું નોટબંધીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, નોટબંધીથી નાના વ્યાપારિયોને બરબાદ કરી નાખ્યા છે. ઉપરથી જીએસટીનો માર આપીને કમરતોડી નાખી છે .

 તેમણે વ્યાપારીઓને આશ્વાસન આપતા કહ્યું કે, અમારી સરકાર આવશે તો GSTને બદલી નાખીશું તથા સરળ GST લાવીશું. વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મનની વાત કરે છે અમે કામની વાત કરીએ છીએ.

કોંગ્રેસ અધ્યક્ષે ખેડૂતો સાથે વાયદો કરતા કહ્યું કે, જો 2019માં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે અલગથી બજેટ બનાવીશું. વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોને ખબર પડી જશે કે, સરકાર તેમના માટે શું કરવા જઈ રહી છે.

(7:04 pm IST)