Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પરિણીતાના ભાઇઅે ૨પ હજાર રૂપિયા આપ્યા હોવા છતાં શૌચાલય ન બનાવતા પરિણીતા સાસરૂ છોડીને પિયર આવી ગઇ

નવી દિલ્‍હીઃ ઘરમાં શૌચાલય ન હોવાના કારણે પરિણીતા સાસરીયુ છોડીને ઘરે આવી ગઇ હતી.

અક્ષયકુમારની ફિલ્મ 'ટોઇલેટ - એક પ્રેમકથા' જેવા સમાચાર ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાંથી આવ્યા છે. અહીંના થાના નખાસા ક્ષેત્રમાં એક મહિલા ટોઇલેટ ન હોવાના કારણે પોતાનું સાસરું છોડીને આવી ગઈ છે. મહિલાએ અનેકવાર વિનંતી કરી એ પછી સાસરિયાએ ટોઇલેટનું નિર્માણ ન કરાવતા તેણે આ નિર્ણય લીધો છે. મહિલાનો આરોપ છે કે તેના ભાઈએ શૌચાલયના નિર્માણ માટે 25 હજાર રૂ. આપ્યા હોવા છતાં એ બનાવવામાં નહોતું આવ્યું. હાલમાં મહિલા પોતાના ભાઈના ઘરે છે. 

મહિલાએ માહિતી આપી કે તેણે જ્યારે શૌચાલય મામલે પોતાના પતિને વાત કરી તો પહેલાં તો તેને વઢ પડી અને પછી તેને માર મારવામાં આવ્યો. મહિલાએ વારંવાર વિનંતી કરી એ પછી પણ સાસરિયાએ ટોઇલેટ બનાવવાની તસ્દી લીધી નહોતી. મહિલાના પતિએ જણાવ્યું કે તેની પાસે પૈસા ન હોવાથી શૌચાલયનું નિર્માણ શક્ય નથી. આ મહિલાના ભાઈએ શૌચાલયના નિર્માણ માટે 25 હજાર રૂ. આપ્યા એ પછી પણ એનું નિર્માણ કરવામાં આવ્યું નહોતું .

આ મહિલા હાલમાં તેના ભાઈના ઘરે છે. તેના સાસરિયાઓએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો પણ તેણે મક્કમ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી શૌચાલય નહીં બને ત્યાં સુધી તે સાસરે નહીં જાય. આ મામલે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનું કહેવું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ પછી યોગ્ય પગલું લેવામાં આવશે. 

(6:29 pm IST)