Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સીરિયામાં ૭૦ના મોતની આશંકા

અમેરિકા હુમલા બાદ શ્વાસ રૃંધાયાની ફરિયાદોઃ પરિણામ ભોગવવા તૈયાર રહોઃ રશિયાઃ સીરિયામાં મોટી તબાહીઃ અમેરિકી હુમલામાં સીરિયામાં મોટી તબાહી સર્જાયાના સમાચાર મળે છેઃ રશિયા લાલચોળઃ યુએન સિકયુરીટી કાઉન્સીલનું તત્કાળ સત્ર બોલાવશેઃ રશિયાની ધમકી-પરિણામ ભોગવવા તૈયાર રહો

વોશિંગ્ટન તા. ૧૪ : સીરિયામાં એકવાર ફરી ઝેરી ગેસથી હુમલાની ખબર સામે આવી છે. પુર્વ વિભાગ જયાં વિદ્રોહીઓનોના કબજાવાળું અંતિમ શહેર ડૌમામાં થયેલ સંદિગ્ધ રાસાયણિક હુમલામાં ઓછામાં ઓછા ૭૦ લોકો મરવાની ખબર છે. ૭૫થી વધારે લોકોનો શ્વાસ રૃંધાયો હતો. જયારે હજારો લોકોને શ્વાસ લેવાની તકલીફ થઇ હતી. આરોપ છે કે હેલિકોપ્ટરમાંથી વિષાયુકત બોમ્બ છોડવામાં આવ્યાં હતાં.

અમેરિકી વિદેશ વિભાગે મરનારની સંખ્યા વધવાની આશંકા દર્શાવી છે. આ હુમલાની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે સ્વયંસેવી બચાવ દળ, વ્હાઇટ હેલમેટસે ગ્રાફિક તસવીરો પોસ્ટ કરી છે જેમાં શનિવારે થયેલા હુમલા પછી બેઝમેન્ટમાં પડેલા કેટલાક મૃતદેહો નજર આવે છે.(૨૧.૨૩)

 

 

(3:51 pm IST)