Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

વડાપ્રધાને આંબેડકર જયંતીની શુભેચ્છા આપી

રાષ્ટ્રપતિ કોવિંદજીએ પણ લોકોને વધાઇ પાઠવી

નવી દિલ્હી તા. ૧૪ : આજે એટલે કે શનિવારના રોજ આંબેડકર જયંતીના અવસર પર આખો દેશ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ઘાંજલિ આપી રહ્યાં છે. આ અવસર પર કોંગ્રેસ અને ભાજપના તમામ નેતા ભીમરાવ આંબેડકરને શ્રદ્ઘાંજલિ અર્પિત કરતાં દેખાયા. સંસદ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પણ ભીમરાવ આંબેડકરને શ્રદ્ઘાંજલિ આપી.જો કે આ અવસર પર રાહુલ ગાંધી અને અડવાણી એક સાથે દેખાયા. તસવીરોમાં જોઇ શકાય છે કે કેવી રીતે લાલ કૃષ્ણ અડવાણીની સાથે રાહુલ ગાંધી દેખાઇ રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંબેડકર જયંતી પર શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું, 'પૂજય બાબા સાહેબે લાખો ગરીબ અને સમાજના હાંસિયા પર ઉભેલા શોષિત લોકોને આશા આપી. આપણા સંવિધાનના નિર્માણના પ્રયાસો માટે અમે સદા તમારા આભારી રહીશું. તમામ દેશવાસીઓને આંબેડકર જયંતીની શુભકામનાઓ. જય ભીમ!'

ઉલ્લેખનીય છે કે બીઆર આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહ નામના એક ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું. તેમના પિતા બ્રિટિશ ભારતીય સેનામાં કામ કરતાં હતા. તેઓ પોતાના માતા-પિતાનું ૧૪મું સંતાન હતા. તેઓ મહાર જાતિથી સંબંધ ધરાવતા હતા, જેને હિન્દુ ધર્મમાં અછૂત મનાતો હતો.(૨૧.૨૩)

(2:50 pm IST)