Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આ મેક ઇન ઇન્ડિયા નહીં, રેપ ઇન ઇન્ડિયા છેઃ તેજસ્વી યાદવ

પટના તા. ૧૪ : ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કશ્મીરના કઠુઆમાં તાજેતરમાં થયેલ દિવસોમાં થયેલા ગેંગરેપની ઘટનાઓને લઈને આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર મોટો શાબ્દિક હુમલો કર્યો હતો.

પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી પ્રોજેકટ 'મેક ઈન ઈન્ડિયા'ને લઈને એક કટાક્ષ ભરેલુ ટ્વીટ આજરોજ તેજસ્વીએ કર્યુ હતું તેણે લખ્યું હતું કે, આપણો દેશ 'મેક ઈન ઈન્ડિયા નથી' 'રેપ ઈન ઈન્ડિયા' તરફ વધી રહ્યો છે. તેજસ્વીએ પ્રધાનમંત્રીથી સવાલો પૂછ્યાં કે બન્ને ભાજપ શાસિત રાજય, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કશ્મીરમાં બળાત્કારની ક્રુર ઘટનાઓ ઘટવા પામી છે, તેમ છતાં પણ ૫૬ની છાતી રાખનારા ભારતના વડાપ્રધાન પ્રધાનમંત્રી મોદીએ લાંબો સમય મૌન કેમ રાખ્યું?

 ઉલ્લેખનીય છે કે,ભાજપ પર વધુ નિશાન સાધતા તેજસ્વી યાદવે કીધું કે જો ઉન્નાવની બળાત્કાર પીડિતા અને કઠુઆ બળાત્કાર મૃતક ૮ વર્ષીય નાબાલિક બાળકી માનવની જગ્યાએ 'પશુ' સ્વરૂપે જન્મી હોત તો પ્રધાનમંત્રી અને ભાજપના અધ્યક્ષ તેમની માટે જરૂરથી કોઈ સહાય કરતા. અફસોસ એ વાતનો છે કે બંન્ને પીડિતા બહેન અને દિકરીઓ 'ગાય' નથી.(૨૧.૬)

(10:22 am IST)