Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મધ્યપ્રદેશના ધારાસભ્યએ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ભગવાનના 25માં અવતાર ગણાવ્યા

ધારાસભ્ય અરુણ ભીમવાદે શિવરાજસિંહને ખેડૂતોના ભગવાન ગણાવી કહ્યું ભગવાનના 25માં અવતારના રૂપમાં ધરતી પર આવ્યા છે

 

ભોપાલ :મધ્યપ્રદેશના અરૂણ ભીમાવદે શિવરાજ સિંહ ચૌહાનને ભગવાનના 25માં અવતાર ગણાવ્યા છે. શાજાપુર જિલ્લાના ભાજપના ધારાસભ્યએ કિસાન સમ્માન યાત્રા દરમિયાન નિવેદન આપ્યું હતું. ભીમાવદે શિવરાજ સિંહ ચૌહાનને ખેડૂતોના ભગવાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ભગવાનના 25માં અવતારના રૂપમાં ધરતી ઉપર આવ્યા છે

  શાજાપુરના બીજેપી ધારાસભ્ય અરુણ ભીમાવદે કિસાન સમ્માન યાત્રા દરમિયાન કહ્યું હતું કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન ભગવાનના 25માં અવતારના સ્વરૂપમાં ધરતી ઉપર આવ્યા છે. સીએમ શિવરાજ સિંહની સામે પોતાના નંબર વધારવા માટે શિવરાજને ભગવાનનો અવતાર ગણાવવાથી પણ ચૂક્યા હતા.

જણાવી દઇએ કે ભાજપ ધારાસભ્યના નિવેદનના પહેલા દેવાસના સાંસદ મનોહર ઉંટવાલે ગુરુવારે દિગ્વિજય સિંહ વિરૂદ્ધ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે દિગ્વિજય સિંહને લઇને કહ્યું હતું કે, દિગ્વિજયે એમપી માટે કંઇ કર્યું નથી. પરંતુ દિલ્હીથી એકઆઇટમજરૂર લઇ આવ્યા છે. નર્મદા યાત્રા ઉપર નિકળી ગયા. હવે કહી રહ્યા છે કે સાધુઓને લાલબત્તી આપી દીધી જેનાથી તેમને તકલિફ થઇ રહી છે.

(12:00 am IST)