Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કઠુઆ ગેંગરેપ કેસમાં જમ્મુ બાર એસો,ના અધ્યક્ષના ભડકાઉ ભાષણ કેમરામાં કેદ

કઠુઆ ગેંગરેપ કેસમાં જમ્મુ બાર એસો,ના અધ્યક્ષ બી. એસ. સલાથિયા 11 એપ્રિલે જમ્મુ બંધ દરમિયાન લોકોને ભડકાવતા કેમેરામાં કેદ થયા છે. બંધ વખતે સલાથિયા જમ્મુ-કાશ્મીર સરકારને ધમકી આપી રહ્યા છે કે લોકો તેની વિરુદ્ધ એકે-47 અને બોમ્બ પણ ઉઠાવી શકે છે
   બંધ વખતે સલાથિયા કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસ ક્રાઈમ બ્રાંચ પાસેથી પાછો લેવાનાની માગણી મામલે લોકોને સંબોધન કરી રહ્યા હતા.
  
સલાથિયાએ જમ્મુમાંથી રોહિંગ્યા અને ગેરકાયદેસર રહેતા શરણાર્થીઓને હાંકી કાઢવાની માંગણી પણ કરી હતી. સલાથિયાએ કથિતપણે પીડિતાના પરિવાર તરફથી કેસ લડનારી મહિલા વકીલને પણ ધમકાવ્યા છે.

--

(12:00 am IST)