Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પાંચ મહિનામાં પ્રથમવાર નિકાસ ઘટી :ટ્રેડ ડેફિસિટ વધી :આયાતમાં 7 ટકાનો વધારો

 

રાજકોટ :માર્ચ મહિનામાં ગત વર્ષની તુલાનાએ નિકાસ પાંચ મહિનામાં પ્રથમ વાર 0.7 ટકાથી ધટી છે. જ્યારે દેશનીયા આયાત વધતા ટ્રેડ ડેફિસિટમાં વધારો થઈને તે 13.69 અબજ ડોલર નોંધાઈ છે.

માર્ચમાં નિકાસમાં 0.66 ટકાનો ઘટાડો થઈને  29.11 અબજ ડોલરની રહી છે. જોકે નાણાંકીય વર્ષ 2017-18માં તેમાં 9.78 ટકાનો વધારો નોંધાતા તે 302.84 અબજ ડોલરની રહી હતી જે તેનાં પહેલાનાં નાણાંકીય વર્ષમાં 275.85 અબજ ડોલરની હતી.

  બીજી બાજુ માર્ચ મહિના માટે દેશની આયાત 7.15 ટકા વધીને 42.8 અબજ ડોલર નોંધાઈ છે. જ્યારે નાણાંકીય વર્ષ 2017-18 માટે તે 19.59 ટકા વધીને 459.67 અબજ ડોલરની રહી છે.

(12:00 am IST)