Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

સોનામાં પ૦૦-ચાંદીમાં ૧૨૦૦ રૂા.નો ઉછાળો

સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૫૯,૩૦૦ રૂા. અને ચાંદીના ભાવ ૬૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૪: અમેરીકાની સીલીકોન બેંકના ઉઠામણાથી ડોલરના ભાવમાં ઉછાળો થતા સોના-ચાંદીના ભાવો સળગ્‍યા છે. સોનામાં પ૦૦ રૂા. અને ચાંદીમાં ૧ર૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં ઉછાળાને પગલે સ્‍થાનીક બજારમાં સોનાના ભાવમાં  પ૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ પ૮,૭૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે પ૯,૩૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે પ૦૦૦ રૂપીયાનો તોતીંગ ઉછાળો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ પ,૮૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે પ,૯૩,૦૦૦ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્‍યો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીના ભાવમાં ૧ર૦૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૬૬,૮૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૬૮,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

(3:40 pm IST)