Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કોચીમાં કોરોના વાઇરસ વિશેની લોક જાગૃતિનું કામ બે રોબો કરે છે

વૈશ્વિક રોગચાળો બનેલા કોરોના વાઇરસ વિશે લોકજાગૃતિ માટે કોચી સ્થિત કેરળ સ્ટાર્ટઅપ મિશન (કેએસયુએમ)માં રોબોની પણ મદદ લેવાઈ રહી છે. અસિમોવ રોબોટિકસે વિકસાવેલા બે રોબો અલગ-અલગ કામગીરી સંભાળે છે. એક રોબો વાઇરસનો ચેપ રોકવા માટે માસ્ક, સેનિટાઇઝર અને નેપ્કિન્સનું વિતરણ કરે છે. બીજો રોબો સ્ક્રીન પર એ બીમારી ફેલાતી રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રસારિત કરેલી માહિતી લોકોને બતાવે છે. આવા રોબો વિમાનમથક જેવાં જાહેર સ્થળોએ ગોઠવવાની પણ વિચારણા સરકારી તંત્ર કરી રહ્યું છે.

(2:53 pm IST)