Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

એન્જેલા મર્કેલ ફરીવાર ચાન્સલેર તરીકે ચૂંટાયા

ચોથા કાર્યકાળ માટે જર્મન સાંસદોએ ભારે બહુમતીથી ચૂંટી કાઢ્યા

 

જર્મનીમાં એન્જેલા મર્કેલ ફરીવાર ચાન્સલેર તરીકે ચૂંટાયા છેજર્મનીના ચાન્સેલર તરીકેનો એન્જેલા મર્કેલનો ચોથો કાર્યકાળ છે અને આખરી કાર્યકાળ હશે.એવું મનાય રહ્યું છે કે માર્કેલની ચાન્સેલર તરીકેની ચોથી ટર્મ ઘણી પડકારજનક હશે. કારણ કે તેઓ અત્યાર સુધીના સૌથી નબળા ગઠબંધન સાથે ઉભા છે. મર્કેલને ચૂંટવા માટે સાંસદોએ 364માંથી 315 સુધી મતદાન કર્યુ હતું અને નવ મત છોડી દેવામાં આવ્યા હતા.

 

  ગત બાર વર્ષથી સત્તારુઢ રહેલા ચાન્સેલર મર્કેલને સોશયલ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે ઘણી કોશિશ કરવી પડી હતી. સીડીયૂ પાર્ટીના ટ્વિટર એકાઉન્ટ પર તેમના તરફથી મૂકવામાં આવેલી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્પષ્ટ પરિણામો માટે એસપીડીને મુબારકબાદી આપી રહ્યા છે અને જર્મનીના વિકાસ માટે વધુ સહયોગની આશા કરીએ છીએ. શરૂઆતમાં એસપીડીએ મર્કેલની આગેવાનીમાં ચાર વર્ષ સુધી કામ કરવાનો ઈન્કાર કર્યો હતો. એસપીડીના કાર્યવાહક અધ્યક્ષ ઓલફ સ્કૂલ્જે ક્હ્યુ હતુ કે તેઓ નક્કી કરી ચુક્યા છે કે એસપીડી આગામી સરકારમાં સામેલ થશે. તેમણે ક્હ્યુ હતુ કે પાર્ટી તરફથી પ્રધાનમંડળમાં ત્રણ મહિલઓ અને ત્રણ પુરુષોને મોકલવાની યોજના છે.

(12:37 am IST)