Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વિદેશમંત્રી રેક્સ ટીલરસનને હટાવ્યા

સીઆઈએના ડાયરેક્ટર માઈક પૉમ્પિયો લેશે ટીલરસનનું સ્થાન :સીઆઈએના નવા પ્રમુખ પદે પ્રથમવાર મહિલા જીના હાસપેલ પદભાર સંભાળશે

 

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમંત્રી રેક્સ ટિલરસનને હટાવી દીધા છે.હવે તેમનું સ્થાન સીઆઈએના નિદેશક માઇક પોમ્પિયો લેશે.ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જાણકારી આપી કે માઇક પોમ્પિયોની જગ્યાએ સીઆઈએના નવા પ્રમુખ જીના હાસ્પેલ બનશે. ટ્રમ્પે જણાવ્યું કે જીના હાસ્પેલ અમેરિકાની પહેલી મહિલા સીઆઈએ પ્રમુખ બનશે

   ટ્રમ્પે ટ્વીટ કર્યું,હતું કે '' માઇક પોમ્પિયો, સીઆઈના નિદેશન અમારા નવા વિદેશ મંત્રી બનશે. તે શાનદાર કાર્ય કરશે.'' તેમણે લખ્યું કે  રેક્સ ટિલરસનને તેમની સેવાઓ માટે ધન્યવાદ. ગિના હાસપેલ સીઆઈએની નવા પ્રમુખ હશે અને તે પદ પર પસંદ થનારી પ્રથમ મહિલા હશે. તમામને શુભેચ્છાઓ.

(9:26 pm IST)