Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

છેતરપિંડીથી બચવા માટે HDFC બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો બીટકોઇનની ખરીદી નહીં કરી શકે

મુંબઇઃ છેતરપિંડીથી બચવા માટે HDFC બેન્કે મહત્‍વનો નિર્ણય લઇને ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી બીટકોઇનની ખરીદી નહીં કરવા ગ્રાહકોને આદેશ કર્યો છે.

સરકારે કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે બીટકોઈનને ગેરકાનૂની ઘોષિત કર્યા હતા. હવે HDFC બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો બીટકોઈનની ખરીદી નહિ કરી શકે. આટલું જ નહિ પ્રીપેડ કાર્ડ દ્વારા પણ ક્રિપ્ટોકરન્સીની ખરીદી નહિ કરી શકાય.

ક્રિપ્ટોકરન્સી સિવાય બેન્કે HDFCના પ્રીપેડ કાર્ડ દ્વારા કોઈ પણ પ્રકારના વર્ચુઅલ કરન્સીની ખરીદી પર બેન લાગ્વ્યું છે. આ જાણકારી બેન્કના ગ્રાહકોને એક ઈ-મેઈલના માધ્યમથી આપવામાં આવી હતી. બેન્ક તરફથી કરવામાં આવેલા ઈ-મેઈલમાં કહવામાં આવ્યું છે કે RBI પણ દેશના નાગરિકોને ક્રીપ્ટોકરન્સીના ઇકોનોમિક, ઓપરેશનલ, લીગલ અને સિક્યોરીટી સાથે જોડાયેલ જોખમો વિશે આગાહ કરી રહ્યું છે.

ઈ-મેઈલમાં કહવામાં આવ્યું છે કે બીટકોઈન અને અન્ય ક્રીપ્ટોકરન્સીને લઇને દુનિયાભરમાં આશંકાઓ વધી રહી છે આને ધ્યાનમાં રાખીને બેન્કે ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડથી બીટકોઈન અને અન્ય વર્ચુઅલ કરન્સીના ટ્રેડિંગ પર રોક લાગવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સિટી બેન્કે પણ કાર્ડ દ્વારા ક્રીપ્ટોકરન્સીની ખરીદી પર રોક લગાવી હતી.

બેન્ક ઓફ અમેરિકા પણ ક્રીપ્ટોકરન્સીની ખરીદી પર પહેલા જ બેન લગાવી ચુકી છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI એ પણ ક્રીપ્ટોકરન્સીને લઇને પોતાના ગ્રાહકોને આગાહ કર્યા હતા. આ પહેલા નાણામંત્રી અરૂણ જેટલી એ સદમમાં જણાવ્યું હતું કે ક્રીપ્ટોકરન્સી ભારતમાં કાયદેસરની મુદ્રા નથી. નાણામંત્રીએ જણાવ્યું કે વર્ષ 2013 થી 2017 સુધી ભારતીય રીઝર્વ બેન્ક અને સરકારનું વલણ આને લઇને સાફ રહ્યું છે કે બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી ભારતમાં કાયદેસરની મુદ્રા નથી.

(7:00 pm IST)