Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ગેલેલીયો, આઈન્સટાઈન અને હોકિંગ્સ વચ્ચે જન્મ- મરણની ગજબની સામ્યતાઃ વૈજ્ઞાનિકો પણ અચંબામા મુકાયા

આજે ૧૪ માર્ચના રોજ એક એવો ગજબનો સંયોગ થયો છે કે વિશ્વ આખુ હેરાન થઈ ગયુ છે.મોર્ડન વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું આજે અવસાન થતા આ સંયોગ સર્જાયો છે.

જાણીને નવાઈ લાગશે કે વિશ્વના બે મહાન વૈજ્ઞાનિકો ગેલેલીયો, આઈન્સટાઈન સાથે હોકિંગ્સનો જન્મ- મૃત્યુનો સંયોગ રચાયો છે. હોકિંગ્સનો જન્મ ૮ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ થયો હતો, જયારે મહાન વૈજ્ઞાનિક ગેલેલીયો હોકિંગ્સના જન્મના ઠીક ૩૦૦ વર્ષ પહેલા ૮ જાન્યુઆરી ૧૬૪૨માં અવસાન પામ્યા હતા.

જયારે આજે સ્ટીફન હોકિંગ્સના અવસાને આઈન્સસ્ટાઈન સાથે સંયોગ ઉભો કર્યો છે. આઈન્સટાઈનનો જન્મ ૧૪ માર્ચ ૧૮૭૯માં થયો હતો. તેના જન્મના ૧૩૯ વર્ષ બાદ આજે ૭૬ વર્ષની વયે હોકિંગ્સ અવસાન પામ્યા છે.

 

(4:46 pm IST)