Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભાજપના હિન્દુત્વ કાર્ડને ભરી પીવા કોંગ્રેસ હવે નવો દાવ ખેલવા તૈયાર

નવી દિલ્હી તા. ૧૪ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના આ અઠવાડિયાના અંતમાં થનારા મહાઅધિવેશનમાં રાજકીય પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. આ પ્રસ્તાવમાં પાર્ટી ભારતીય મૂલ્યોને મહત્વ આપી શકે છે. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું કે, RSS-BJPની હિન્દુત્વની અને લોકોમાં ભાગલા પાડવાની વિચારધારાનો જવાબ આપવા માટે પાર્ટી ભારતીય મૂલ્યોની વિચારધારા રજુ કરશે.

આ પ્રસ્તાવમાં સમાજ વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથેના ગઠબંધનની ઈચ્છાનો સંકેત પણ આપવામાં આવશે અને સાથે સાથે પાર્ટીને દરેક રાજયમાં મજબૂત બનાવવાના પ્રયાસો પર વાત કરવામાં આવશે, જેથી પાર્ટી નેશનલ લેવલ પર પોતાને ભાજપના વિકલ્પ તરીકે રજુ કરી શકે.

આર્થિક મુદ્દાઓને લગતા પ્રસ્તાવમાં કોંગ્રેસને ગરીબ સમર્થક પાર્ટી તરીકે રજુ કરવામાં આવશે. આ સાથે જ આર્થિક સુધારાઓ માટે પ્રતિબદ્ઘતા દર્શાવવામાં આવશે અને તેને લોકોના લાભ તરીકે રજુ કરવામાં આવશે. કોંગ્રેસના સૂત્રએ જણાવ્યું કે, પાર્ટી મોદી સરકાર જેવા આર્થિક સુધારાઓને મહત્વ નહીં આપે, જેનો હેતુ માત્ર અમુક ધનિક લોકોની સંપત્ત્િ। વધારવાનો છે અને ક્રોની કેપિટાલિઝમને પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસ્તાવોના ડ્રાફટ કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવશે, જેમાં જરુર લાગશે તો સુધારા પણ કરવામાં આવી શકે છે. ત્યારપછી આ પ્રસ્તાવોને મહાઅધિવેશનમાં મુકવામાં આવશે. અત્યારે દરેક રાજયમાં ખેડૂત રાજનીતિના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા પર એક અલગ પ્રસ્તાવ રજુ કરશે, જેમાં તે તેમના કલ્યાણના ઉપયા જણાવશે.

ભારતીય મૂલ્યોને મહત્વ આપવાનો અર્થ છે કે કોંગ્રેસ પોતાને વૈવિધ્ય વાળા દેશમાં સહિષ્ણુ અને ઉદરવાદી તરીકે રજુ કરવા માંગે છે. આમ કરવું કોંગ્રેસ માટે જરુરી છે કારણણે ભાજપ પોતાને હિન્દુ સમર્થન પાર્ટી અને કોંગ્રેસને લઘુમતી સમર્થક પાર્ટી તરીકે રજુ કરવાનો પ્રયત્ન કરતો રહે છે. કોંગ્રેસ પોતાની આ ઈમેજ બદલવાનો પ્રયત્ન કરશે.(૨૧.૧૫)

(12:07 pm IST)