Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ટીબીના લાખો દર્દીઓને મોટી ભેટ આપશે નરેન્દ્રભાઈ

નવી દિલ્હી, તા.૧૩ : ટીબીના લાખો દર્દીઓ માટે ટૂંકસમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક મોટીભેટ આપવાની ઘોષણા કરી શકે છે.ગત મહિને સરકારે આ દર્દીઓને પ્રતિમહિના પ૦૦ રૂપિયા પૌષ્ટિક આહારનેરૂપે આપવાનો એલાન કર્યો છે. હવેવડાપ્રધાન વર્ષ ર૦૩૦ સુધી દેશમાંટીબી મુક્ત કરવા માટે બનાવવામાંઆવેલ રણનીતિને એક કરી શકે છે.

આજે મંગળવારે રાજધાનીમાં આશરે ૧૪વર્ષ બાદ ટીબી પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત થઈ રહી છે.જેમાં ઈન્ડોનેશિયા, નાઈજીરીયા, આફ્રિકા, પેસ, બ્રાઝિલ અને ઝિમ્બાબ્વે સરકારના મંત્રી હાજર રહેશે. જ્યારેવિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ પણ ટીબીને લઈ નવા મોડલ દેખાડવાના છે. કહેવામાં આવી રહ્યુંછે કે આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રમોદી ટીબી દર્દીઓની સારવાર કરનારડોક્ટરોને ટ્રેનિંગ આપવાની ઘોષણાપણ કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો મુજબ સરકારે ટીબીના દર્દીઓને રાહત આપવા અનેઆ બિમારી પર નિયંત્રણ લાવવા માટેબજેટ પણ આ વખતે ત્રણ ગણુ કરીદીધો છે. આશરે ૧૯૦૦ કરોડ રૂપિયાસરકાર વર્ષ ર૦રર સુધી ટીબી પર નિયંત્રણ અને દર્દીઓ પર ખર્ચ થશે.

કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ર૦રપસુધી ભારત પોલિયોની જેમ ટીબીમુક્ત થઈ જશે. પણ જમીની સ્તર પરધીમી ગતિ હોવાને લીધે હવે આ લક્ષ્યનેપામવા માટે પાંચ વર્ષ વધારી દીધા છે.ડબ્લ્યુએચઓ મુજબ દુનિયાભરમાં વર્ષર૦૧૬ દરમ્યાન ટીબીના લીધે આશરે૧૭ લાખ દર્દીઓનાં મોત થયા છે. જ્યારે દર વર્ષે આશરે એક કરોડદર્દીઓ આ બીમારીને ચપેટમાં આવીરહ્યા છે.

(3:44 pm IST)
  • તેજસ્વી યાદવનો ધડાકો : ઉત્તરપ્રદેશ અને બિહારમાં દરોડાનો દોર શરૂ થઈ જશે : ઉત્તરપ્રદેશના બિહારના ચૂંટણી પરિણામો બિહારના પૂર્વ ના. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ કે આ વિજય પછી સીબીઆઈ અને ઈડીના દરોડા ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટાપાયે શરૂ કરી દેવામાં આવશે access_time 6:14 pm IST

  • અયોધ્યા કેસમાં ત્રીજા પક્ષકારોની તમામ અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : રામજન્મભૂમિ - બાબરી મસ્જીદ કેસમાં સુપ્રિમ કોર્ટે ત્રીજા પક્ષકારની - દરમિયાનગીરીની તમામ અરજીઓ ફગાવી આવી ઈન્ટરવેન્સન્સની કોઈપણ અરજી નહિં સ્વીકારવા રજીસ્ટ્રીને આદેશ આપ્યો છે access_time 5:13 pm IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 10:38 am IST