Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

દિલ્હી ચુંટણી સર્વે

કેજરીવાલને સૌથી વધુ મહિલાઓએ કર્યા પસંદ : ૬૦ ટકા મત આપ્યા

પુરૂષોથી ૧૧ ટકા વધુ ટકાવારી આપને યુવાઓનું પણ મળ્યું ભારે સમર્થન

નવી દિલ્હી તા. ૧૪ : દિલ્હી ચુંટણીમાં આમ આદમી પાર્ટીની જીતમાં જે સામાજીક લોકોએ મહત્વનો રોલ અદા કર્યો છે. તેમાં મહિલાઓનું સમર્થન, જેના કારણે આપ દિલ્હીમાં પ્રચંડ બહુમતની સાથે સત્તામાં વાપસી થઇ છે. આ વખતે ચુંટણીમાં મતદાતાઓએ આપ પક્ષના પુરૂષોની સરખામણીમાં વધુ સમર્થન આપ્યું. તેને એ સોચને પણ બદલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ પુરૂષોની સલાહ પર મત આપે છે.

એક સર્વેમાં ખુલાસો થયો છે કે, જો મહિલાઓ એટલી મોટી માત્રામાં આપ પક્ષનું સમર્થન કર્યું ના હોત તો આપ પક્ષને આટલી મોટી જીત મળતી ન હોત અને દિલ્હીમાં કાંટે કી ટક્કર જોવા મળી હોત.

લોકનીતિ સીએસડીએસે આ અંગે એક સર્વે કરવામાં આવ્યું છે કે, દિલ્હી ચુંટણીમાં ૬૦ ટકા મહિલાઓએ આપને મત આપવામાં આવ્યા. જ્યારે પુરૂષોમાં આ આંકડો ૪૯ ટકા રહ્યો. આ જ પ્રકારે મહિલાઓએ પુરૂષોની સરખામણીએ ૧૧ ટકા વધુ આપને મત આપ્યા.

દિલ્હી વિધાનસભા ચુંટણીમાં આપને પ્રચંડ બહુમત મળવાની પાછળ અનેક કારણ છે તેમાંથી એક યુવાઓનો સાથ પણ છે. સૌથી ઓછી ઉંમરના મતદાતાઓના સમૂહ ૧૮-૨૫ વર્ષની ઉંમરના દર પાંચમાંથી ત્રણ અથવા અંદાજે ૫૯ ટકાએ આપને મત આપ્યો. બીજીબાજુ બીજેપીને ત્રણમાંથી એક યુવા મતદાતા અથવા ૩૩ ટકાનો સાથ મળ્યો.

(10:23 am IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST