Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

શાહીનબાગ તરફથી વડાપ્રધાન મોદીને પ્રેમભર્યું આમંત્રણ, મોદી તુમ કબ આયોગે

પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીના નામના કાર્ડ લખી તેના પર લખ્યું છે, મોદી તમે ક્યારે આવશો

 

નવી દિલ્હી : વેલેન્ટાઈનના અવસર પર દિલ્હીના શાહીનબાગથી વડાપ્રધાન મોદી માટે કંઈક અનોખા અંદાજમાં વિશ કર્યું છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીના નામના કાર્ડ લખી તેના પર લખ્યું છે, મોદી તમે ક્યારે આવશો. કાર્ડમાં વડાપ્રધાન મોદીને શાહીનબાગમાં બોલાવી પોતાની સરપ્રાઈઝ ગીફટ આપવાનું પણ કહેવાયું છે

નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ગુરૂવારે સાંજે શાહીનબાગની દાદીઓએ હજારો લોકોની હાજરીમાં વડાપ્રધાન મોદીને જે સરપ્રાઈઝ આપવાની હતી તે, ગિફ્ટ ખોલી, જેમાં એક ટેડી બિયર હતું. ત્યાર બાદ મંચ પરથી મેસેજ આપવામાં આવ્યો કે, ભારત અમારો વેલેન્ટાઈન છે અને અમે અમાર દેશને ખૂબ પ્રેમ કરીએ છીએ. .

વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અનેક કાર્ડ પણ છપાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદી શાહીનબાગમાં આવી વેલેન્ટાઈન ડે મનાવો. શાહીનબાગમાં બે દિવસ કોઈ પણ પ્રકારનું રાજકીય ભાષણ થશે નહીં. જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરથી અહીં સીએએ અને એનઆરસીને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

(11:03 pm IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST