Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

દિલ્લી ચૂંટણીમાં ઘોર પરાજય પર બોલ્યા અમિત શાહઃ ગોળી મારો, ભારત-પાકિસ્તાન મેચ જેવા ભડકાઉ નિવેદન કરવાની જરૂર ન હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે હાલમાં  દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ નેતાઓએ 'ગોળી મારો' અને ભારત-પાકિસ્તાન મેચ' જેવા નફરતભર્યા ભાષણ આપવાની જરૂર ન હતી અને સંભવ છે કે આ રીતની ટિપ્પણીઓથી પાર્ટીની હાર થઇ. શાહએ કહ્યું ભાજપા ફકત જીત અથવા હાર માટે ચૂંટણી નથી લડતી પણ ચૂંટણીઓ દ્વારા પોતાની વિચારધારાના પ્રસારમા ભરોસો કરે છે. એમણે ટાઇમ્સ નાઉ  ના એક કાર્યક્રમમાં કહ્યું ગોળી મારો, ભારત-પાકીસ્તાન મેચ જેવા નિવેદન આપવની જરૂર ન હતી.  અમારી પાર્ટીએ આ રીતના નિવેદનોથી ખૂદને અલગ કરી લીધેલ છે.

એક સવાલના જવાબમાં શાહએ સ્વીકાર કર્યો કે દિલ્લી ચૂંટણીઓ  દરમ્યાન પાર્ટીના થોડા નેતાઓના નિવેદનોના કારણે ભાજપને નુકશાન થયુ હશે. ગૃહમંત્રીએ કહ્યું કે દિલ્લી ચુંટણીઓ પર આકલન ખોટુ઼ હતુ પણ જોર આપ્યું કે ચૂંટણી પરિણામ સીએએ અને એનઆરસી પર જનાદેશ ન હતો. શાહએ કહ્યું કે જો કોઇપણ એમની સાથે સીએએથી જોડાયેલ મુદા પર ચર્ચા કરવા માગે છે તે એમના કાર્યાલયથી સમય લઇ શકે છે. એમણે કહ્યું અમે ત્રણ દિવસમા સમય આપશુ એમણે કોંગ્રેસને ધર્મના આધાર પર વિભાજન માટે જવાબદાર ઠેરવ્યા.

(12:00 am IST)