Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

રશિયા સાથે એકે-203 અસોલ્ટ રાઈફલના કરારને સંરક્ષણ મંત્રાલયની મંજૂરી: અમેઠીમાં થશે નિર્માણ

રાઈફલને મેક ઈન ઈન્ડિયાના પ્રોગામ હેઠળ ભારતમાં બનાવાશે

નવી દિલ્હી :દેશના સંરક્ષણ મંત્રાલયે રશિયા સાથે 7.47 લાખ એકે-203 અસોલ્ટ રાઈફલના કરારને મંજૂરી આપી. આ રાઈફલનું નિર્માણ રાહુલ ગાંધીના મત વિસ્તાર અમેઠીમાં થવાનું છે. રાઈફલને મેક ઈન ઈન્ડિયાના પ્રોગામ હેઠળ ભારતમાં બનાવવામાં આવશે.

આ કરારમાં ભારત સરકારની પોલીસી મુજબ ઓર્ડિનેસ ફેક્ટરી બોર્ડ પાસે 50.5 ટકા શેરનો હિસ્સો રહશે.જ્યારે રશિયા પાસે 49.5 ટકા શેરનો હિસ્સો રહશે

  અત્રે ઉલ્લેખનીય છે કે  ગત્ત સપ્તાહે ભારત સરકારે 72 હજાર 400 અસોલ્ટ રાઈફલ અમેરિકા પાસેથી ખરીદવાની મંજૂરી આપી હતી. આ તમામ રાઈફળ ચીન બોર્ડર પર તૈનાત ભારતીય સૈનિકોને આપવામાં આવશે. ત્યારે એક સપ્તાહમાં બે મહત્વની સંરક્ષણ ક્ષેત્રમાં ડીલ કરવામાં આવી છે

(1:56 pm IST)