Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં સુધારો થવાનો અંદાજ : સરપ્લસ જથ્થામાં ખાઘ રહેવા ધારણા

રાજકોટ,તા.૧૪: વૈશ્વિક ખાંડના ભાવમાં આ વર્ષે વધારો થવાની સંભાવના છે, કારણ કે, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૫.૫ લાખના સરપ્લસની સરખામણીએ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૯ લાખ ટન ખાંડની ખાધમાં રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.

સરેરાશ આગાહી મુજબ, કાચી ખાંડના ભાવ વર્ષના અંતમાં ૧૪.૬૦ સેન્ટ જેટલા હતા,જયારે શુક્રવારના બંધથી તે ૧૫ ટકા ઊંચ સપાટીએ રહેવાની ધારણા છે. ચૂંટણીના પરિણામ અનુસાર, વર્ષ ૨૦૧૮-૧૯માં ખાડનું ઉત્પાદન ૩.૨ લાખ ટન જેટલું હતું, જેમાં અશત : ઘટાડો થઈ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૨.૯૫ કરોડ ટન થવાનો અંદાજ કરવામાં આવ્યો છે.

(10:03 am IST)