Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

કેન્યા અને શ્રીલંકામાં ઉત્પાદન ઓછું છતાં નિકાસમાં ભારત કરતા આગળ : ચીનમાં મોટાપાયે ચા ઠાલવી

વૈશ્વિક સ્તરે નિકાસમાં ભારત ચોથાક્રમે : હિસ્સો ૧૩ ટકા : ઉત્પાદનમાં ૨૩ ટકા

મુંબઈ,તા.૧૪: ચાની નિકાસમાં કેન્યા અને શ્રીલંકા ભારત કરતા આગળ નિકળી ગયા છે. ક્રશ, ટિયર અને કર્લ ત્રણ પ્રકારની ચાની નિકાસમાં કેન્યા અને શ્રીલંકાની નિકાસ ભારત કરતા વધારે થઈ છે. રશિયા અને યુએઈ જેવા પરંપરાગત બજારો ઊંચા ભાવને કારણે ઓર્ડરમાં દ્યટાડો કર્યો છે જેથી વૈશ્વિક બજારમાં ભારતના હિસ્સામાં દ્યટાડો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્યા અને શ્રીલંકા બંનેનું ઉત્પાદન કરતા ઓછુ છે તેમ છતાં બંને દેશોએ જંગી પ્રમાણમાં ચીનની નિકાસ કરી છે.

  વર્ષ ર૦૧૭માં વૈશ્વિક ચાના ઉત્પાદનમાં ભારતનો ર૩ ટકા હિસ્સો હતો જયારે કેન્યા અને શ્રીલંકા બંનેનો મળી વૈશ્વિક ઉત્પાદનમાં ૧૩ ટકા જેટલો હિસ્સો હતો. જો કે, નિકાસમાં ચાની નિકાસમાં આ બંને દેશો મળીને ૩૯ ટકા જેટલો હિસ્સો ધરાવે છે જયારે ભારત કુલ ચાની નિકાસમાં ફકત ૧૩ ટકા હિસ્સો ધરાવે છે.

 

(10:01 am IST)