Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

કર્ણાટકમાં કોંગ્રેસના ચાર ગેરહાજર અસંતુષ્ટ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ બાદ વિધાનસભામાં થયા હાજર

મંત્રીપદ નહીં મળતા નારાજ હતા : વ્હીપની પણ અવગણના કરી હતી.

 

બેંગલુરુઃ કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ વચ્ચે કેટલાય દિવસોથી લાપતા કોંગ્રેસના ચાર અસંતુષ્ટ ધારાસભ્યો અચાનક વિધાનસભામાં હાજર થયા હતા. બે દિવસ પહેલા વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમારે તેમને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી. ધારાસભ્યોએ 18 જાન્યુઆરી અને 8 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ ધારાસભ્ય મંડળની બેઠકમાં ભાગ લેવા બહાર પડાયેલા વ્હીપની પણ અવગણના કરી હતી. તેઓ વિધાનસભાના બજેટ સત્રમાં પણ 6 ફેબ્રુઆરીથી આવતા હતા. 

   અસંતુષ્ટ ધારાસભ્યો રમેશ જારકિહોલી, ઉમેશ જાધવ, બી. નાગેન્દ્ર અને મહેશ કુમાથાલીએ બુધવારે વિધાનસભા સત્રમાં પણ ભાગ લીધો હતો, જેના કારણે સત્તામાં રહેલા ગઠબંધનને થોડી રાહત મળી હતી. એવું કહેવાય છે કે ચારેય ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હતા અને જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારને તોડી પાડવા માટે ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરી રહ્યા હતા. 

 એવું મનાય છે કે  કેબિનેટમાં ફેરફાર અને 22 ડિસેમ્હબરના રોજ કેબિનેટનું વિસ્તરણ થયા બાદ તેઓ નારાજ થઈ ગયા હતા. એવું કહેવાય છે કે મંત્રીપદ મળવાને કારણે ધારાસભ્યો નારાજ હતા

(12:00 am IST)