Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અખિલ ભારતીય હિન્‍દુ મહાસભાએ શરૂ કરેલી નાથુરામ ગોડસેની લાઇબ્રેરી પોલીસે બે દિવસમાં જ બંધ કરાવીઃ પુસ્‍તકો જપ્‍ત કરી લીધા

બે દિવસ પહેલા જ અખિલ ભારતીય હિન્દૂ મહાસભામાં પોતાના ગ્વાલિયર ઓફિસમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને લઈને લાઈબ્રેરી ખોલવામાં આવી હતી. મંગળવારે પોલીસે આને બંધ કરાવીને પુસ્તકો જપ્ત કરી લીધી. કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા પોલીસે તેની કાર્યવાહી કરી છે. હિન્દૂ મહાસભાની ગોડસે જ્ઞાનશાળાને લઈને ખુબ જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતા અને સોશિયલ મીડિયા પર જ હંગામો થઈ રહ્યો હતો. આને જોતા ગ્વાલિયરના સુપરિન્ટેન્ડેન્ટ અમિત સાંધીએ કલમ 144 લાગુ કરી દીધી હતી.

સાંધીએ કહ્યું, હિન્દૂ મહાસભાના સભ્યો સાથે એક બેઠક બોલાવી હતી અને તે પછી જ્ઞાનશાળાને બંધ કરી દેવામાં આવી હતી. સાહિત્ય, પોસ્ટર અને અન્ય સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે. હિન્દુ મહાસભાના ઉપાધ્યક્ષ જૈવીર ભારદ્વાજે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ગોડસેના જીવન સાથે જોડાયેલા સાહિત્ય ઉપરાંત આ જ્ઞાનશાળામાં લેક્ચર પણ થવાના હતા. આ બધા ભાષણોમાં ગોડસેની જીવન યાત્રા અને ભારતના ભાગલાને રોકવામાં ગાંધીની નિષ્ફળતા વિશે વાત થાય છે.

તેમને કહ્યું, “મારો હેતુ વધારેમાં વધારે લોકો સુધી સંદેશ પહોંચાડવાનો હતો અને તે પૂરો થઈ ગયો છે. અમે કોઈપણ રીતે કાયદાનો ઉલ્લંઘન કરવા માંગતી નથી, તેથી લાયબ્રેરીને બંધ કરાવી દેવામાં આવી.

(5:01 pm IST)
  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST