Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

રાજસ્‍થાનમાં ફરી એકવાર માણસાઇને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે

૧૫ વર્ષના છોકરા સાથે ૪ લોકોએ ૧ મહિના સુધી કરી હેવાનિયત

જયપુર તા. ૧૩ : રાજસ્‍થાનમાં ફરી એકવાર માણસાઈને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. બિકાનેર જિલ્લાના બજ્જુ વિસ્‍તારમાં ૪ બદમાશોએ હેવાનિયતની બધી જ હદો પાર કરી નાખી. પહેલા તો ચારેય પાડોશીઓએ મળીને એક ૧૫ વર્ષના સગીરનું અપહરણ કર્યું, પછી એક મહિના સુધી દુષ્‍કર્મ કરતાં રહ્યા. એક રિપોર્ટ અનુસાર, પીડિતની માતાએ પોલીસને જણાવ્‍યું છે કે ગયા મહિને ૫ તારીખે તેનો ૧૫ વર્ષીય પુત્ર નનિહાલ જઈ રહ્યો હતો. ત્‍યારે જ નનિહાલમાં તેમના પાડોશી જસરાજ બિશ્નોઈ, તેના સંબંધી હરીશ, સોમરાજ અને વિકાસે તેનું અપહરણ કરી લીધું.

અપહરણ કર્યા બાદ પિકઅપમાં બેસાડીને લૂણકરણ લઈ ગયા. રસ્‍તામાં આરોપીઓએ તેને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્‍યોને અને મારામારી કરી. આ દરમિયાન તેમણે સગીર વયના છોકરાને ભીષણ યાતનાઓ આપી. ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર આ હેવાનોએ બાળકના ગુપ્તાંગમાં પેટ્રોલ નાખ્‍યું અને સાથે જ તેના શરીરને ડામ દીધું. ત્‍યારબાદ ચારેય આરોપીઓએ લૂણકરણસરમાં સ્‍થિત જંભેશ્વર ભાદૂ ભાઈની હોટલમાં સગીર વયના પીડિત સાથે દુષ્‍કર્મ કર્યું. જયારે તેની ફરિયાદ કરવામાં આવી તો આરોપીઓએ સગીરના માતા-પિતાને જીવથી મારી નાખવાની ધમકી આપી.

એક અન્‍ય રિપોર્ટ અનુસાર આ સગીર એક મહિના સુધી તેમની પકડમાં રહ્યો. જયારે ૪ જાન્‍યુઆરીના રોજ તે કોઈ રીતે તેમની પકડમાંથી ભાગી છૂટયો. તો આ ઘટનાનો ખુલાસો થયો. હવે પીડિતની માતાએ બજ્જુ પોલીસ સ્‍ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્‍યો છે. તો પોલીસના જણાવ્‍યા અનુસાર ફરિયાદ બાદ તપાસ ચાલી રહી છે. બિકાનેરની એસપી ચંદ્રાએ કહ્યું કે, આરોપી અને પીડિત પરિવારમાં જૂની દુશ્‍મની છે. અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે બાળકના ગુપ્તાંગ અને અન્‍ય ભાગો પર સામાન્‍ય ઇજા થઈ છે.

(10:32 am IST)
  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST