Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

યુ.એસ.માં સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ ન્યૂજર્સીના પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી વિક્રમભાઈ પટેલના પિતાશ્રી શ્રી રમણભાઈ પટેલનું દુઃખદ અવસાન : 10 જાન્યુઆરી શુક્રવારે 82 વર્ષની વયે જર્સી સીટી ખાતે અંતિમ શ્વાસ લીધા : સદ્દગતની સ્મશાનયાત્રા 12 જાન્યુઆરી રવિવારે યોજાઈ હતી

દીપ્તબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  યુ.એસ.માં  સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ ન્યુજર્સીના પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી વિક્રમભાઈ પટેલના પિતાશ્રી શ્રી રમણભાઈ પટેલનું દુઃખદ અવસાન : 10 જાન્યુઆરી શુક્રવારના રોજ 82 વર્ષની વયે જર્સી સિટીમાં અંતિમ શ્વાસ લીધા : સદ્દગતની સ્મશાનયાત્રા 12 જાન્યુઆરી રવિવારે યોજાઈ હતી

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : શ્રી વિક્રમભાઈ આર પટેલના પિતાશ્રી શ્રી રમણભાઈ નાથુભાઈ ( રાવજીભાઈ ) પટેલનું 10 જાન્યુઆરી 2020  શુક્રવારના રોજ 82 વર્ષની વયે જર્સી સીટી મેડિકલ સેન્ટર ખાતે દુઃખદ અવસાન થયું છે.

ગુજરાતના નઘરા ગામના વતની શ્રી રમણભાઈના લગ્ન કુંભારફળિયાના શ્રીમતી ઉર્મિલાબેન સાથે થયા હતા.તેઓ ચાર પુત્રો શ્રી વિક્રમભાઈ ,શ્રી નરેન્દ્રભાઈ ,શ્રી રાજુભાઈ ,તથા શ્રી નિલેશભાઈ ,તેમજ 7 ગ્રાન્ડ ચિલ્ડ્રન સહિતના  વિશાળ પરિવાર સાથે  કુટુંબીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.તેઓ તથા તેમના પત્ની 1982 ની  સાલથી યુ.એસ.એ.માં સ્થાયી થયા  હતા.તેમના ભાઈ શ્રી મનુભાઈ સપરિવાર ટેક્સાસ યુ.એસ.એ. માં રહે છે.તેમના બહેન શ્રીમતી લલીતાબેન પરિવાર  સાથે  નઘર ( ગુજરાત ) માં રહે છે.
તેઓ કોમ્યુનિટી સેવા ક્ષેત્રે અગ્રસર હતા.તથા સમાજમાં ખુબ સારું માન ધરાવતા હતા.તેમનો હસતો ચહેરો અને  માનવીય વહેવાર અન્યો માટે પ્રેરણાદાયી હતા.
સદ્દગતની સ્મશાનયાત્રા 12 જાન્યુઆરી રવિવારના રોજ રાખવામાં આવી હતી.પ્રાર્થના સભા /બેસણું અંગે હવે પછી જાણ કરવામાં આવશે તેમના પુત્ર શ્રી વિક્રમભાઈનો કોન્ટેક ન. 201-616-6622 છે.
પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે તેવી સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ વતી ફાઉન્ડિંગ પ્રેસિડન્ટ શ્રી વીરુ પટેલએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

(12:00 pm IST)
  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • દુબઈ શરજાહ સહિત યુનાઈટેડ આરબ અમીરાતમાં ઠેર ઠેર વરસાદ- કરા રવિવારે પણ પડયા છેઃ સતત ૩ દિવસથી વરસાદી માહોલ છે access_time 12:56 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST