Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

જજ લોયાના પુત્ર અનુજે કહ્યું :મારા પિતાનું મોત શંકાસ્પદ નથી અમને પરેશાન નહિ કરો

છેલ્લા કેટલાક દિવસોથી પરેશાની વધી છે:તપાસનો નિર્ણય અમે નહીં કરીએ અમને કોઈ ઉપર શંકા નથી

નવી દિલ્હી :સીબીઆઈના જજ બીએચ લોયાના મોત મામલે નવો વળાંક આવ્યો છે આજે બીએચ લોયાના પુત્ર અનુક લોયાએ એક પ્રેસ કોન્ફ્રન્સ કરીને કહ્યું કે તેના પિતાનું મોત શંકાસ્પદ નથી હાર્ટએટેકથી તેનું મૃત્યુ થયું છે તેણે એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી મારા પરિવારને પરેશાન કરાઈ રહયો છે અમે પહેલાથી જ દુઃખી છીએ છેલ્લા કેટલાક દિવસોથી પરેશાની વધી છે મહેરબાની કરીને અમને પરેશાન નહીં કરશો

   અનુજે કહ્યું કે જે સમયે મારા પિતાનું મૃત્યુ થયું હતું હું 17 વર્ષનો હતો એ સમય સમગ્ર પરિવાર માટે તક્લીફજનક હતો મારા પિતાનું મોત શંક્સ્પદ નથી તેનું મોત હાર્ટએટેકથી થયું છે અને આ મામલે તપાસનો નિર્ણય અમે નહીં કરીએ અમને કોઈ ઉપર શંકા નથી

  અનુજની સાથે બેઠેલા તેના પરિવારના વકીલ અમિત નાઈકે કહ્યું કે જજ લોયાના મોત પર રાજનીતિ નહીં થવી જોઈએ આ બાબતે કોઈએ વિવાદ કરવાની જરૂર નથી

  જજ લોયાના પરિવારના પારિવારિક મિત્ર નિવૃત જજ કેબી કાટકેએ કહ્યું કે અનુજના દાદા લાતુરના એક ગામડામાં રહે છે જેને સવાલ કરી કરીને વારંવાર પરેશાન કરાઈ છે પરિવારમાં કોઈને કોઈ ફરિયાદ નથી પરંતુ વારંવાર સવાલ પૂછીને સતાવાઇ રહ્યાં છે

  અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજો જસ્ટિઝ ચેલમેશ્વર,જસ્ટિઝ રંજન ગોગોઈ,જસ્ટિઝ મદન લોકુર અને જસ્ટિઝ કુરિયન જોસેફે પણ જજ લોયાના મોત અંગે સવાલ ઉઠાવ્યો હતો બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજોએ જે સવાલ ઉઠાવ્યા છે જે બેહદ જરૂરી છે તેને ધ્યાનથી જોવા જોઈએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ જજોએ સીબીઆઈ જજ લોયાંની મોતનો મામલો ઉઠાવ્યો છે તેની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ જે આપણી લીગલ સિસ્ટમ છે જેના પર આપણે સૌ અને સમગ્ર દેશ ભરોષો કરે છે

   શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ પણ કહ્યું હતું કે શોહરાબુદીન એન્કાઉન્ટર મામલાના સીબીઆઈ જજ લોયાના મોતની તપાસ થવી જોઈએ જો કાઈ ખોટું નથી તો કોઈને તપાસમાં તકલીફ હોવી જોઈએ નહીં સુપ્રીમ કોર્ટે પણ જજ લોયાના મોતને ગંભીર મુદ્દો માન્યો છે

   અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જસ્ટિઝ લોયાનું 1 ડિસેમ્બર 2014ના રોજ હાર્ટએટેકથી નાગપુરમાં મૃત્યુ થયું હતું ત્યારબાદ તેના મોત મામલે સવાલ ઉઠયા છે

(8:57 pm IST)