Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ઉતર પ્રદેશના સીતાપુર જિલ્‍લામાં ધાબળા વિતરણમાં બબાલ : મહિલા સાંસદનો ધારાસભ્‍ય પર મોજડીથી વાર : SMDને પણ ધમકી

નવી દિલ્‍હી :  પુતાન સિંહ, સીતાપુર: ઉત્તર પ્રદેશમાં શનિવાર ધાબળા વિતરણ દરમિયાન ધોરહરાથી ભાજપ સાંસદ રેખા વર્મા અને મહોલીથી ભાજપ ધારસભ્ય શંશાક ત્રિવેદી વચ્ચે ટકરાવ થઈ ગયો. આ દરમિયાન સાંસદ મોજડી ઉતારી ધારાસભ્ય પર તૂટી પડી. એટલું જ નહીં તેમણે SDMને પણ ધમકી આપી કે, જો આ રીતે બબાલ કરાવશો તો બે દિવસ પણ ટકી નહીં શકો. સાથે જ તેમણે SDMને પોતાની ઓકાતમાં રહેવાની ચેતવણી પણ આપી દીધી.

સીતાપુરના મહોલી જિલ્લામાં મહોલી તાલુકાના સભાગારમાં ધાબળા વિતરણ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય વચ્ચેનું શાબ્દિક યુદ્ધ એટલું વધી ગયું કે, સમર્થકો મારામારી પર ઉતરી આવ્યા. ધારાસભ્યોએ સાંસદના પુત્ર અમનેશ વર્માની ધોલાઈ કરી. નારાજ સાંસદે ગુસ્સામાં આવીને જૂતું ઉતાર્યું અને SDM બ્રજપાલ સિંહ સહિત ધારસભ્ય સામે ઉઠાલી દીધી. કલાકો સુધી ચાલેલા આ હોબાળા બાદ બંનેએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, ધાબળાના લાભાર્થીઓમાં વિવાદ થયો હતો.

3/5કેમ થયો વિવાદ?

મહોલીના SDM દ્વારા તાલુકાના સભાગારમાં ધાબળા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં રેખા વર્મા મુખ્ય અતિથિ હતા. ધાબળાનું વિતરણ કરતી વખતે ધારાસભ્ય શશાંક પોતાના 1 ડઝન સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા. તેમણે બધા સમર્થકોને સભાગારમાં બોલાવી લીધા અને પોતે સાંસદની બાજુમાં બેસી ગયા. જ્યારે સાંસદે આ વાતનો વિરોધ કર્યો ત્યારે ધારાસભ્યે કહ્યું કે, તે પ્રદેશની જનતા છે અને તેમને કોઈ રોકી શકે નહીં. સાંસદે ભીડ વધુ થઈ રહી હોવાનું કહી વાંધો ઉઠાવતા બંને વચ્ચે વિવાદ થયો.

ઝઘડા દરમિયાન ધારાસભ્યના સમર્થકોએ સાંસદના પુત્રની પિટાઈ કરી. આ કારણે સાંસદ વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે જૂતું કાઢીને એસડીએમ અને ધારાસભ્ય તરફ ફેંકી. બીજી વાર મારવા માટે પણ જૂતું ઉઠાવ્યું પણ તેમનો હાથ પકડી લેવાયો. SDM આ ઝઘડાને જોઈ બાજુએ હટી ગયા જ્યારે ધારાસભ્યે હોબાળો શરૂ કરી દીધો.

સૂત્રો અનુસાર, સાંસદે પોતાની વાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુધી પહોંચાડી દીધી હતી. ત્યારબાદ યોગીએ ડીએમ ડૉ. સારિકા મોહનને ફોન કરીને મામલાને શાંત કરવાનો આદેશ આપ્યો. બીજી તરફ જિલ્લાના પ્રભારી રીતા બહુગુણા જોશીએ ભાજપના જિલ્લાધ્યક્ષ અજય ગુપ્તાને સ્થળ પર મોકલી ઘટનાને શાંત કરાવવા નિર્દેશ આપ્યા.

(12:29 pm IST)
  • આંદામાન દ્વીપ સમૂહમાં આજે રવિવારે રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે. ભૂકંપ રાત્રે 9.18 મિનિટે આવ્યો હતો. હાલમાં ભૂકંપથી નુકશાનના કોઈ અહેવાલ નથી. access_time 12:06 am IST

  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 10:20 am IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છે જ access_time 11:48 am IST