Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

એટમી જંગની ધમકી આપે છે ભારત, તેમની ગેરસમજ દૂર કરીશું: PAK

આર્મી ચીફ બિપિન રાવતના નિવેદન બાદ પાકિસ્તાને એક વખત ફરી ભારતને એટમી જંગની ધમકી આપી છે

ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ પાકિસ્તાને એક વખત ફરી ભારતને એટમી જંગની ધમકી આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે આ ધમકી આપી છે. જો કે તેઓએ આ ધમકી આપવા માટે બહાનું ભારતીય આર્મી ચીફના નિવેદનનું લીધું છે. આસિફે કહ્યું કે, "ભારત અમને પરમાણુ યુદ્ધની ધમકી આપે છે. જો આવું થયું તો અમે તેઓની આ ભૂલનો યોગ્ય જવાબ આપીશું." આસિફના નિવેદન બાદ પાકિસ્તાન આર્મીના ચીફે પણ નિવેદન આપ્યું હતું. તેને પણ ધમકીભર્યો અંદાજ જ અપનાવ્યો હતો. શુક્રવારે ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, "જો પાકિસ્તાન એટમી હુમલા અંગે વિચારે છે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે, અને તે અંગેની અમારી પૂર્ણ તૈયારીઓ પણ છે."

(11:00 am IST)
  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:48 am IST

  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST