Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગુજરાતી કરતા મને હિન્દી ભાષ વધુ પસંદ -આપણે રાજભાષાને મજબુત કરીએ : અમિતભાઇ શાહ

વારાણસીમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી

વારાણસી,તા.૧૩:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વારાણસીમાં અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનને સંબોધિત કરતા કહ્યુ કે મને ગુજરાતીથી વધારે હિન્દી ભાષા પસંદ છે. આપણે પોતાની રાજભાષાને મજબૂત કરવાની જરૂર છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના કાર્યક્રમ હેઠળ શનિવાર સવારે ૧૦.૪૧ મિનિટ પર ટ્રેડ ફેસિલિટી સેન્ટર પહોચ્યા હતા. ત્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન તેમની સાથે યોગી આદિત્યનાથ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

બે દિવસના પ્રવાસે વારાણસી પહોચેલા અમિત શાહે આ પહેલા શુક્રવાર સાંજે બડાલાલપુર સ્થિત પં.દીન દયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલમાં પ્રદેશની તમામ ૪૦૩ વિધાનસભા બેઠકોના પ્રભારી, જિલ્લા પ્રભારી અને જિલ્લા અધ્યક્ષોની બેઠકના સમાપન સત્રને સંબોધિત કર્યુ હતુ. બેઠક બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે પત્રકારોને જણાવ્યુ કે બેઠકમાં સદસ્યતા અભિયાન અને લોક સંપર્ક સહિત કેટલાક મુખ્ય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા છે. તે બાદ ગૃહમંત્રીએ વારાણસીમાં રાત્રિ રોકાણ કર્યુ હતુ.

(4:12 pm IST)