Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

લીબિયા તટ પાસે ડુબી બોટઃ ૭૪ પ્રવાસીના નિપજયા કરૂણ મોત

મહિલાઓ અને બાળકો સહિત કુલ ૧૨૦ લોકો બોટમાં સવાર હતા

લંડન, તા.૧૩: યુરોપ જઈ રહેલી એક બોટ લિબિયાના દરિયાકાંઠે તૂટીને ડૂબી જતા ઓછામાં ઓછા ૭૪ પ્રવાસીઓના ડૂબીને મોત નિપજયા છે. નોંધપાત્ર વાત એ છે કે ૧ ઓકટોબરથી આ વિસ્તારમાં બોટ ડૂબવાની ઓછામાં ઓછી આઠમી ઘટના નોધાઈ છે તે અત્યંત દુખદ છે. ત્યારે બીજી તરફ સંયુકત રાષ્ટ્રની સ્થળાંતર એજન્સીનું કહેવું છે કે ઘટના સમયે મહિલાઓ અને બાળકો સહિત કુલ ૧૨૦ લોકો બોટમાં સવાર હતા. તે લિબિયાના બંદર અલ-ખુમ્સ નજીક ડૂબી ગઈ હતી.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ ઓર્ગેનાઇઝેશન અનુસાર ફકત ૪૭ લોકોનો સલામત બચાવ થઈ શકયો હતો.લિબિયા જેની પાસે વર્ષ ૨૦૧૧માં નાટો સમર્થિત વિદ્રોહ પછી કોઈ સ્થિર કેન્દ્ર સરકાર રહી નથી. ઉલ્લેખનીય છે કે મુખ્ય રૂપથી તે આફ્રીકન પ્રવાસીયોં માટે મુખ્ય એક પ્રમુખ ટ્રાન્ઝિટ પોંઈન્ટ છે. જે ભૂમધ્ય સાગરને પાર કરીને યુરોપ પહોંચવા માંગે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા માટે સ્થળાંતર (આઇઓએમ) અનુસાર, આ વર્ષે ઓછામાં ઓછા ૯૦૦ પ્રવાસિઓએ ક્રોસિંગ કર્યો છે. આ ઉપરાંત, ૧૧,૦૦૦ સ્થળાંતરીઓને સમુદ્રમાં અટકાવવામાં આવ્યા હતા અને લિબિયા પરત મોકલવામાં આવ્યા હતા. જયાં સ્થળાંતર કરનારાઓની ઘણીવાર અટકાયત કરવામાં આવે છે, તેમનું બહોળા પ્રમાણમાં શોષણ કરવામાં આવે છે અથવા દુર્વ્યવહાર કરવામાં આવે .

(11:15 am IST)