Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ચેતવણીરૂપ કિસ્સો! બીમારીના બહાને યુવતીએ પૂર્વ બોસને ઘરે બોલાવ્યોઃ કપડા ઉતારી ફોટો પાડી લીધા અને પછી સવા લાખ લુંટી લીધાઃ ૧૫ લાખનો ચેક લઇ ફરાર

પૂર્વ બોસ નીલમ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ અન્ય ચાર લોકો આવ્યા અને મારપીટ કરીને કપડા ઉતારી લઈને ફોટો વીડિયો બનાવી લીધો હતો

જોધપુર,તા.૧૩: એક યુવતીએ પોતાના પૂર્વ બોસને લોન ફાઈનાન્સરને દગાથી બોલાવ્યો અને પોતાના સાથીઓ સાથે હનીટ્રેપની ઘટનાને અંજામ આપીને અપહરણ કર્યું હતું. યુવતીએ પોતાના ચાર સાથીઓ સાથે મળીને ફાઈનાન્સર પાસેથી સવા લાખ રૂપિયા લૂંટી લીધા અને ૧૫ લાખનો ચેક લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના રાજસ્થાના જોધપુર જિલ્લાની છે.

મળતી માહિતી પ્રમાણે યુવતી નિલમે ચાર બદમાશો સાથે મળીને લોન ફાઈનાન્સર શૈલેન્દ્ર સાથે મારા મારી કરીને કપડા ઉતારીને ફોટા ખેંચી લીધા હતા. અને પોતાની કારમાં સાથે લઈ ગઈ હતી. અપહરણકર્તાએ વેપારીપાસેથી ૨૨ હજાર લૂંટી લીધા અને ૯૫ હજાર રૂપિાય ઓનલાઈન ટ્રાન્શફર કરાવી લીધા હતા. શૈલેનદ્રને ફોટો વાયરલ કરવા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ૧૫ લાખ રૂપિયાનો ચેક બનાવી લીધો હતો.

આ ઘટના ૫ નવેમ્બરની છે. ૯ નવેમ્બર સુધી અપહરણકર્તા શૈલેન્દ્ર અને પરિવારને ધમકાવતા રહ્યા હતા. અંતે કંટાળીને વેપારીએ જોધપુરના મહામંદિર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. મહામંદિર થાનાધિકારી કૈલાશદાન દેથાએ જણાવ્યું હતું કે રાતાનાડા નિવાસી શૈલેદ્ર ગાડીઓના ફાઈનાન્સનું કામ કરતા હતા. તેની ઓફિસમાં પહેલા કામ કરતી નિલમ ૫ નેવમ્બરે ફોન કરીને તે બીમાર છે તેને મદદની જરૂર હોવાથી તે પોતાની સ્કૂટી ઉપર રાત્રે ૮ વાગ્યે આરટીઓ રોડ ઉપર પહોંચ્યા હતા.

અહીં તે નીલમ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ અન્ય ચાર લોકો આવ્યા અને મારપીટ કરીને કપડા ઉધારી લઈને ફોટો વીડિયો બનાવીને કારમાં મારપીટ કરતા સમયે આગળ લઈ ગયા હતા. આરોપીઓએ પહેલા ૨૨ હજાર રોકડા અને ૧૫ લાખ ખંડણી માંગી તેના આપત્ત્િ।જનક ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ખંડણીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું.

ત્યારે શૈલેન્દ્રએ કહ્યુંકે તેને પૈસા ટ્રાન્સફર કરતા આવડતું નથી. આરોપી તેને ઈમિત્ર ઉપર લઈને ગઈ પરંતુ ત્યાંથી પૈસા ટ્રાન્સફર થયા નહીંત એપ થકી ૯૫ હજાર રૂપિયા રાજેશ ચૌધરીના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ આશરે રાત્રે ૧૨ વાગ્યે તેમના ઘરે ગયા અને ૧૫ લાખનો ચેક ભરાવીને સાથે પરિવારને ખતમ કરવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ શૈલેન્દ્ર અને તેના પરિવાર ડરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે એક સાથી ૯ નવેમ્બરે ઘરે આવ્યો હતો. અને તેણે ૪ લાખ રૂપિયાની માંગણી કરી હતી. શેલેન્દ્રની ગેરહાજરીમાં પત્ની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. જેના પગલે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(9:52 am IST)