Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પેટ્રોલના ભાવમાં આવ્યો ૧૩ પૈસાનો ઘટાડો : ડીઝલ પણ થયું સસ્તુ

દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ ૭૭.૪૩ રૂપિયા અને ડીઝલમાં : ૧૨ પૈસાનો ઘટાડો આવતા ૭૨.૧૯ રૂપિયા પ્રતિ લીટર થયા

નવી દિલ્હી તા. ૧૩ : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ ફરી એકવાર ઘટાડો આવતા સામન્ય માણસોને રાહત મળી રહી છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૩ પૈસાનો ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલના ભાવ ૭૭.૪૩ રૂપિયા પ્રતિ લીટર થયા છે. પેટ્રોલની સાથે સાથે ડીઝલના ભાવોમાં પણ મંગળવારે ફરી ઘટાડો આવ્યો છે. જેથી દિલ્હીમાં મંગળવારે ડીઝલના ૧૨ પૈસા પ્રતિ લીચર ઘટીને ૭૨.૧૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

દિલ્હી સિવાય મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો આવ્યો હતો. મંગળવારે મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં ૧૩ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો હતો. ઘટાડા બાદ પેટ્રોલની કિંમતોમાં ૮૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર કરી થયા છે. જયારે ડીઝલના ભાવોમાં ૧૨ પૈસાનો ઘટાડો આવતા ૭૫.૬૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.  સોમવારે પણ દિલ્હીમાં અને મુંબઇમાં પેટ્રોલની કિંમતોમાં ૧૭ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી દિલ્હીમાં ૭૭.૫૩ રૂપિયા પ્રતીલીટરનો ભાવ થયો છે. સાથે જ દિલ્હીમાં સોમવારે ડિઝલની કિંમતમાં ૧૫ પૈસા પ્રતિ લીટરનો ધટાડો થયા બાદ ૭૨.૧૩ રૂપિયા પ્રતિ લીટર થયો છે. જયારે મુંબઇમાં પણ સોમવારે પેટ્રોલના કિંમતોમાં ૧૭ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોધાયો હતો. જેથી આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત ૮૩.૦૭ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. સાથે જ ડીઝલના ભાવોમાં ૧૬ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવતા ડીઝલના ભાવ ૭૫.૭૬ રૂપિયા પ્રતિ લીટર થયા છે.

રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૧૬ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ રાજધાનીમાં પેટ્રોલના ભાવ ૭૭.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે . જયારે ડીઝલના ભાવમાં પણ ૧૨ પૈસાનો લીટરનો ઘટાડો આવતા રવિવારે ડીઝલના ભાવ ૭૨.૪૬ રૂપિયા પ્રતિ લીટર થયા છે. મુંબઇમાં પણ પેટ્રોલના ભાવમાં ૧૬ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ અહિં પેટ્રોલની કિંમતમાં ૮૩.૨૪ રૂપિયા પ્રતિ લીટર થયો છે. જયારે ડીઝલની કિંમતોમાં ૧૩ પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવતા અહિ ડિઝલના ભાવ ૭૫.૯૨ રૂપિયા પ્રતિલીટર થયા છે.

એંજલ બ્રોકિંગ હાઉસ પર ઉર્જાના મામલેના વિશેષજ્ઞ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ક્રુડ ઓઇલના ભાવોમાં આજે ફરીવાર તેજી આવવાની સંભાવના છે. કારણ કે પ્રમુખ ક્રુડ ઉત્પાદક દેશ સાઉદી અરબએ કહ્યું કે, તે આવતા મહિને ક્રુડની આપૂર્તિમાં ઘટાડો કરશે. સાઉદી અરબના ઉર્જમંત્રીએ રવિવારે કહ્યું કે, તેમનો દેશ ડિસેમ્બરમાં તેલની આપૂર્તિમાં પાંચ લાખ બેરલનો રોજનો ઘટાડો કરવામાં આવ્યો છે.

(11:34 am IST)