Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

આયાત બિલમાં વધારાના કારણે દવાઓના ભાવ વધશે

કાચા માલની કિંમતોમાં ૨૦૦ ટકા સુધીનો વધારો : દવા નિર્માતા કંપનીઓના સંગઠને ભાવ વધારવા લખ્યો પત્ર

નવી દિલ્હી, તા. ૧૩ :. દેશની દવા બનાવતી કંપનીઓનું કહેવું છે કે, ચીનથી કાચા માલની આયાત મોંઘી થવાથી છૂટક બજારમાં ઘણી દવાઓના ભાવ વધી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નિયંત્રણની બહાર રહેલી હાઈબ્લડ પ્રેશર અને અલ્સરની દવાઓના ભાવ બમણા થઈ ગયા છે અને હજી બીજી દવાઓના ભાવ પણ વધશે.

દવા કંપનીઓના સંગઠન ફેડરેશન ઓફ ફાર્માસ્યુટીકલ એન્ટપ્રિન્યોર (ફોપ)એ સરકારી નિયંત્રણમાં આવતી દવાઓના ભાવો વધારવા માટે સરકારને પત્ર લખ્યો છે. ફોપનું કહેવું છે કે, કિંમતો નહીં વધે તો બજારમાં તે મળવી મુશ્કેલ થશે. ફોપના પ્રમુખ બી.આર. સીકરીનું કહેવું છે કે, મોટા ભાગના નાના દવા નિર્માતા કાચા માલ રૂપે એકટીવ ફાર્માસ્યુટીકલ્સ ઈન્ગ્રેડીએપ્સ (એપીએસ)ને ચીનથી આયાત કરે છે. છેલ્લા થોડા સમયમાં ત્યાંથી આયાત બહુ મોંઘી થઈ ગઈ છે. જેના કારણે રીટેલ માર્કેટમાં પણ ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર (ડીપીસીઓ) હેઠળ આવતી દવાઓના ભાવ વધારવા જરૂરી થઈ ગયા છે.

ચીનમાં પર્યાવરણીય કારણોથી એપીઆઈનું ઉત્પાદન ઘટવાથી ત્યાં એક વર્ષમાં ભાવો બમણા થઈ ગયા છે.

(11:01 am IST)