Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વિલંબના કારણે ૩પ૭ ઇન્ફ્રા પરિયોજનાઓનો ખર્ચ ૩.૩૯ લાખ કરોડ વધ્યો

સાંખ્યીકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયની જૂન ર૦૧૮ ના રીપોર્ટ પ્રમાણે ૧૩૬ર ઇન્ફ્રાસ્ટ્રકચર પરિયોજનાઓનો વાસ્તવિક ખર્ચ રૂ. ૧૭.૦૩ લાખ કરોડ હતો જે મોડું થવાના કારણે તથા અન્ય કારણોસર ૧૯.૯૧ ટકા વધીને રૂ. ર૦.૪૩ લાખ કરોડ થયો. રિપોર્ટ મુજબ આ  ૧૩૬ર પરિયોજનાઓમાંથી ૩પ૭ પરિયોજનાઓનો ખર્ચ વધ્યો. આ મંત્રાલય રૂ. ૧પ૦ કરોડ અથવા વધારાની પરિયોજનાઓની નજર રાખે છે.

(12:00 am IST)