Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજતા લોકો કોર્ટની ન્યાય પ્રણાલી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા છે : પ્રજામાં કોર્ટ તથા ન્યાયધીશ વિરુદ્ધ શંકા ઉભી કરવાનું ષડયંત્ર : ન્યાયધીશે આપેલા ચુકાદા વિરુદ્ધ સોશિઅલ મીડિયામાં થઇ રહેલા બેજવાબદાર વિધાનો : ન્યાયધીશોને અપાઈ રહેલ ધમકી : આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે સીબીઆઈ ને તપાસ કરી પગલાં લેવા આદેશ કર્યો

વિશાખાપટ્ટમ : ઉચ્ચ હોદ્દાઓ ઉપર બિરાજતા લોકો દ્વારા છેલ્લા એપ્રિલ માસથી આંધ્ર પ્રદેશમાં જાણે કે કોર્ટની ન્યાય પ્રણાલી વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઈ રહી હોવાનો ઝોક દેખાઈ રહ્યો છે. રાજ્યની ન્યાય પ્રણાલી માટે આ બાબત  પ્રજામાં શંકા પેદા કરનાર  હોવાથી આવા લોકો સામે એફ આઇ આર નોંધી સીબીઆઈને તપાસ કરવા આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે આદેશ કર્યો છે.
આવી પોસ્ટની શરૂઆત વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના મેમ્બર દ્વારા કરાઈ હતી.જેમાં સ્કૂલોમાં અંગ્રેજીનું માધ્યમ રદ કરવાના કેન્દ્ર સરકારના આદેશને રદ કરતા ચુકાદા અંગે થઇ હતી.જે અંગે નામદાર કોર્ટની સૂચનાથી પોલીસે બે એફઆઈઆર દાખલ કરી હતી.ત્યારબાદ સત્તાધારી પાર્ટી દ્વારા સોશિઅલ મીડિયામાં માનનીય ન્યાયધીશ વિરુદ્ધ અપમાન જનક તેમજ ધમકી આપતી પોસ્ટ મૂકી હતી.
સોશિઅલ મીડિયાના માધ્યમથી તિરસ્કારજનક પોસ્ટમાં લખ્યા મુજબ ચંદ્રાબાબુ નાયડુ હાઈકૉર્ટનું સંચાલન કરે છે.તેઓને ચુકાદો આવ્યાની 10 મિનિટ પહેલા ખબર પડી જાય છે.પોસ્ટ મુકનાર વ્યક્તિએ ધમકીની ભાષામાં લખેલા મેસેજમાં જણાવાયા મુજબ હાઇકોર્ટમાં જેટલા જજ છે તેના કટકા કરી નાખવા જોઈએ.તથા તેઓને એક રૂમમાં પુરી દઈ તેમની વચ્ચે કોરોના પેશન્ટને મૂકી દેવો જોઈએ.હાઇકોર્ટના તમામ જજો બદમાશ છે.તેઓ માત્ર તેમની પત્ની સાથે સુવાની જ લાયકાત ધરાવે છે.મને તેમની ધરપકડ કરી સીબીઆઈને સોંપી દેવા દયો.આવી પોસ્ટ નામદાર કોર્ટ અને ન્યાયધીશોના અપમાન અને તિરસ્કાર સમાન છે.
ત્યારબાદ મે માસમાં કોર્ટએ એક  સાંસદ તથા એક ધારાસભ્ય સહીત 49 વ્યક્તિઓ વિરુદ્ધ સૂઓ મોટો દાખલ કરી હતી.જે સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના જજો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો માટેની હતી.ત્યાર પછી પણ સોશિઅલ મીડિયામાં કોર્ટ વિરુદ્ધ તથા ન્યાયધીશો વિરુદ્ધ ટીકાઓનો મારો ચાલુ રહ્યો હતો.
આથી આ અંગે સીબીઆઈ દ્વારા તપાસ થાય તેવી માંગણી કોર્ટે કરી છે.તથા એવું કોઈ ષડયંત્ર હોય તો તેનો  પર્દાફાશ  કરી પગલાં લેવાની માંગણી કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)