Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

અયોધ્યામાં કલમ 144 લાગૂ : સરયૂમાં પ્રાઇવેટ બોટ અને સ્ટીમર પર પ્રતિબંધ

દિવાળી મહોત્સવને કોઇ અસર નહીં થાય: અયોધ્યા મામલે સુનાવણી 17મીએ થશે પૂર્ણ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ મામલે ચાલી રહેલ સુનાવણી 17 ઓક્ટોબરે પૂર્ણ થઇ શકે છે. ત્યારે તેને અંદાજિત એક મહિના બાદ એટલે 18 નવેમ્બરે આ મામલે ચૂકાદો પણ આવી શકે છે. તેવામાં સાવચેતીનાં પગલાં તરીકે અયોધ્યામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. જિલ્લાધિકારી અનુજ ઝાએ અયોધ્યામાં કલમ 144 લગાવી છે. જોકે અયોધ્યામાં આવનરા દર્શનાર્થિઓ અને દિવાળી મહોત્સવ પર કલમ 144ની કોઇ અસર નહીં થાય. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવવાનો છે ત્યારે કલમ 144 લગાવી દેવાઇ છે.
મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખતા કલમ 144 લાગૂ કરાઇ છે. ડિસેમ્બર મહિના સુધી કલમ 144 લાગૂ રહેશે. સરયૂમાં પ્રાઇવેટ બોટ અને સ્ટીમર પર પણ રોક રહેશે. સાથે કલમ 144 લાગૂ થતા વધારે પોલીસ દળોની પણ તૈનાતી કરવામાં આવશે.

   અયોધ્યામાં કલમ 144 એવા સમયે લાગૂ કરવામાં આવી જ્યારે VHP એ આ વખતે ગર્ભગૃહમાં બિરાજમાન રામલલા સાથે દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બાબરી મસ્જિદના પક્ષકાર હાજી મહબૂબે આનો ઉગ્ર વિરોધ કરતા કહ્યું કે જો કમિશ્નર વિવાદત જગ્યા પર VHPને દિવાળી મનાવવાની મંજૂરી આપી છે તો તેઓ ત્યાં નમાજ પઢવાની માંગ કરશે.

(10:25 pm IST)