Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

11 નવેમ્બરે સૌરમંડળમાં થશે દુર્લભ ખગોળિય ઘટના: બ્રહ્માંડપ્રેમીઓ ચુકી ગયા તો 13 વર્ષ રાહ જોવી પડશે

સદીમાં 13 વાર થાય છે મર્ક્યૂરી ટ્રન્ઝિટ: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે ઘટના

નવી દિલ્હી : બ્રહ્માંડ  પ્રેમીઓ માટે 11 નવેમ્બરનો દિવસ મહત્વનો બનશે આ જ દિવસે સૌરમંડળણાં દુર્લભ ખગોળિય ઘટના થશે. આ દિવસે બુધ ગ્રહ સૂર્યની સામેથી પોતાનો સફર નક્કી કરશે. બ્રહ્માંડમાં થનારી આ ઘટનાનો સૌથી રોચક પાસું એ છે કે તેને નરી આંખે દુનિયાના અનેક ભાગોમાં જોઈ શકાશે. આ દરમિયાન બુધ ગ્રહ સૂર્યના મધ્ય ક્ષેત્રથી પસાર થતો દેખાઈ જશે.

આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાનના ખગોળ વૈજ્ઞાનિક ડૉ. શનિ ભૂષણ પાંડેના અનુસાર, બુધના સૂર્યની સાથેના આચ્છાદનને મર્ક્યૂરી ટ્રાન્ઝિટ કહેવામાં આવે છે. આ વખતે જે ઘટના થઈ રહી છે તેમાં બુધ, સૂર્યના લગભગ મધ્ય ક્ષેત્રથી પસાર થવા જઈ રહ્યો છે, જેના કારણે આ ટ્રાન્ઝિટ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બુધ સૂર્યની સામેથી સાડા પાંચ કલાકની યાત્રા કરીને પોતાના રસ્તા પર આગળ વધશે.
11 નવેમ્બરની સાંજે 6 વાગ્યેને 4 મિનિટે ટ્રાન્ઝિટ શરૂ થઈ જશે, જમાં બુધને કાળી બિંદીના રૂપમાં સૂર્યની સામે પસાર થતો જોઈ શકાશે. આ ખગોળીય ઘટનાને દુનિયાના કેટલાક ભાગોમાં નરી આંખે થતી જોઈ શકાશે. ટ્રાન્ઝિટ દરમિયાન ભારતમાં સૂર્ય ઢળી ચુક્યો હશે. એટલે તેને એટલાન્ટિક, પ્રશાંત અને હિંદ મહાસાગરથી જ જોઈ શકાશે. આફ્રિકા, દક્ષિણી અમેરિકા, ઉત્તરીય અમેરિકા અને યુરોપાના કેટલાક ભાગોમાં આ અદ્ભૂત ઘટનાને બખૂબી જોઈ શકાશે

આપણા સૌરમંડળણાં પ્રત્યેક ગ્રહ પોતાના પથ પર સૂર્યની પરિક્રમા કરે છે. આ દરમિયાન અનેક વાર સૂર્યની સામેથી પસાર થાય છે. જ્યારે પણ એવી સ્થિતિ બને છે તો તે ટ્રાન્ઝિટ કહેવાય છે. મર્ક્યૂરી સિવાય વિનસનું પણ ટ્રાન્ઝિટ થાય છે.

મર્ક્યૂરી ટ્રન્ઝિટની ખગોળીય ઘટના સદીમાં માત્ર 13 વાર થાય છે, જેના લીધે આ ઘટના દુર્લભ માનવામાં આવે છે. એ પહેલા મર્ક્યૂરી ટ્રાન્ઝિટ નવેમ્બર 2016માં થઈ હતી. આ વર્ષે 11 નવેમ્બર બાદ આગામી ઘટના નવેમ્બર 2032માં થશે. આ સદીનું સૌથી લાંબુ ટ્રાંઝિટ નવેમ્બર 2095માં થશે.  તો સદીનું છેલ્લું મર્ક્યૂરી ટ્રાન્ઝિટ નવેમ્બર 2098માં થશે

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ ઘટના સમય અને દૂરીની ગણના માટે મહત્વ રાખે છે. ઘટના દરમિયાન ઑબ્ઝર્વેશન બાદ પૂર્વી ગણનાની પુષ્ટિ અથવા પરિવર્તન વિશે સટીક જાણકારી મળી જાય છે.
બુધ આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે, જે સૂર્યની સૌથી વધુ નજીક છે. તે 88 દિવસોમાં સૂર્યનું ચક્કર પુરું કરી લે છે. સૂર્યની અત્યાધિક રોશની આ ગ્રહ પર પડવાના કારણે તેને જોઈ શકવું સરળ નથી. ઘણીવાર ધરતીથી તેને સાંજ અને સવારના સમયે નરી આંખોથી પણ સરળતાથી જોવા શકાય છે. તેની સપાટી પર બેશુમાર ક્રેટર્સ હાજર છે, જેથી તેની સપાટી ચંદ્રની સપાટી સાથે મળતી આવે છે.

(7:36 pm IST)