Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

તેજસ્વી યાદવની સભામાં આરજેડીના કાર્યકરો આમનેસામને : સમર્થકો બેકાબુ બન્યા :ખુરશીઓ ઉછાળી :પોલીસનો લાઠીચાર્જ

એક યુવકને મંચ પરથી નીચે ઉતારતા યુવકના સમર્થકોમાં ભારે ગુસ્સો ભભૂકી ઉઠ્યો

બિહારમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવની સામે જ આરજેડીની સભામાં યાદવાસ્થળી જામતા પક્ષનો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. બિહારમાં આરજેડી દ્વારા સહરસના સિમરી બખત્યારપુરમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ સભામાં આરજેડીના કાર્યકર્તાઓ જ સામસામે આવી જતા મામલો ગરમાયો હતો.   

     સભા દરમ્યાન એક યુવક મંચ પર ચડ્યો અને તેમણે તેજસ્વી યાદવને હાર પહેરાવ્યો હતો. પરંતુ પોલીસે આ યુવકને મંચ પરથી નીચે ઉતારતા યુવકના સમર્થકોમાં ભારે ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને તેમણે સભામાં હંગામો મચાવી દીધો હતો. જોતજોતામાં પરિસ્થિતિ એટલી વણસી કે કાર્યકર્તાઓએ ખુરશીઓ ઉછાળી એકબીજાને મારવાનું શરૂ કરી દીધું હતુ

   . મંચ પરથી અનેક નેતાઓ શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા રહ્યા પરંતુ તોડફોડ મચાવનારા નેતાઓની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતા. આખરે ભીડ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

(6:19 pm IST)